Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં BRTS અને સિટી બસ સેવાના 11થી વધુ રૂટોમાં ફેરફાર:ગુજરાત ગૌરવ દિનની ઉજવણીને પગલે 1લી મેના રોજ BRTS અને સિટી બસ સેવાના રૂટોમાં મોટા ફેરફાર

    4 days ago

    સુરતમાં આગામી 1 મે, 2026ના રોજ ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી માટે સજ્જ થઈ રહ્યું છે. આ અવસરે ડુમ્મસ સી-ફેસ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી અને જંગી જનમેદની ઉમટી પડવાની શક્યતાને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાની સિટિલિંક સેવાએ મુસાફરોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે બસ સેવાના રૂટોમાં મહત્વના ફેરફારો અને ડાયવર્ઝન જાહેર કર્યા છે. આ રસ્તાએ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, એસ.કે. નગરથી એરપોર્ટ, ડુમ્મસ સી-ફેસ અને SVNIT સર્કલ સુધીના વિવિધ માર્ગો પર 1મે, 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી BRTS રૂટમાં આ ફેરફાર આ ટ્રાફિક ડાયવર્ઝનને પગલે સિટિલિંકની સેવાઓમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. 1લી મેના રોજ સવારથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી BRTS રૂટ નં. 12 (ઓએનજીસીથી સરથાણા) હવે માત્ર સોમેશ્વરથી સરથાણા સુધી અને રૂટ નં. 14 (ઓએનજીસી કોલોનીથી કોસાડ) પાલ RTOથી કોસાડ સુધી જ ચલાવવામાં આવશે. સિટી બસના આ રૂટ બંધ રહેશે સિટી બસ સેવાની વાત કરીએ તો, અભવા ગામ, એરપોર્ટ, ઉમરા ગામ, ચોક ટર્મિનલ અને કોસાડ ગામ તરફ જતી બસોના રૂટ નં. 1062, 136, 153R, 206, 216B, 216A અને 226J સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે કેટલાક રૂટોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેમાં રૂટ નં. 1262 જોગર્સ પાર્ક થઈને, રૂટ નં. 706 ગોકુલમ ડેરી અને સાયન્સ સેન્ટર થઈને તથા રૂટ નં. 716 સરદાર બ્રીજ થઈને દોડશે. અન્ય રૂટો પર પણ બસોની ફ્રિકવન્સી ઓછી રહેશે સિટિલિંક દ્વારા વધુમાં જણાવાયું છે કે કાર્યક્રમ દરમિયાન અન્ય રૂટો પર પણ બસોની ફ્રિકવન્સી ઓછી રહેશે અને ટ્રાફિક પોલીસની સૂચના મુજબ જરૂર જણાયે વધુ ફેરફારો પણ કરવામાં આવી શકે છે. આથી, તમામ શહેરીજનોને બસ સેવામાં થયેલા આ કામચલાઉ ફેરફારોની નોંધ લેવા સુરત મહાનગર સેવા સદન દ્વારા વિનંતી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટિલિંક દ્વારા શહેરીજનોને પરવડે તેવા દરે જાહેર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે, જેમાં 108 કિમીના BRTS કોરીડોર પર 385 બસો અને 418 કિમીના સિટી બસ રૂટ પર 440 બસો કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    From rights to red tape: India’s transgender law amendment
    Next Article
    બેટ દ્વારકા હાઇવે પરથી ધાર્મિક દબાણો દૂર:તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment