Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRICS સમિટમાં 'ગુજરાતી ટચ':ગુજરાતના દુપટ્ટાથી લઈને બિહારના મખાના સુધી, મહેમાનોને અપાશે ખાસ 'દેશી ગુડી બેગ'

    6 hours ago

    BRICS સમિટમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓ અને મહેમાનોને ખાસ ગુડી બેગ ભેટમાં આપવામાં આવી રહી છે. તેમાં બિહારનું સત્તુ અને મખાના, કેળાની ચિપ્સ, ઓડિશાની કોફી અને ગુજરાતી દુપટ્ટો છે. તેનો હેતુ મહેમાનોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો છે. દિલ્હીના ભારત મંડપમમાં BRICS સમિટ 12 અને 13 સપ્ટેમ્બરે યોજાશે. તે પહેલા શુક્રવારે ભારત મંડપમમાં પીએમ મોદી અને પુતિનની મુલાકાત થઈ. બંને નેતાઓએ બિઝનેસ ફોરમમાં ભાષણ પણ આપ્યું. જુઓ ભેટમાં આપવામાં આવેલી ભારતીય પ્રોડક્ટ્સ ભારત મંડપમમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના સ્ટોલ બ્રિક્સ સંમેલનમાં 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' પ્રદર્શન પણ લગાવવામાં આવ્યું છે. તેમાં દેશભરની 70 અનોખી કલા અને હસ્તકલા ઉત્પાદનો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રદર્શન 770 જિલ્લાના 1,200થી વધુ અનોખા ઉત્પાદનોને દુનિયા સમક્ષ લાવવાની ઝુંબેશનો એક ભાગ છે. પુરીમાં રેતીમાંથી બનાવેલી બ્રિક્સ નેતાઓની તસવીર ઓડિશાના પુરીમાં સેન્ડ આર્ટિસ્ટ માનસ કુમાર સાહુએ શુક્રવારે રેતીમાંથી એક ખાસ કલાકૃતિ બનાવી. આ ભારત આવી રહેલા BRICS નેતાઓના સ્વાગત માટે તૈયાર કરવામાં આવી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના ચિત્રો છે. સમિટ પર મિસાઈલો-ફાઈટર જેટથી પહેરો ------------------------- આ સમાચાર પણ વાંચો… બ્રિક્સમાં પુતિનનો અમેરિકા-યુરોપ પર કટાક્ષ:નબળા દેશો પોતાને G7 કેમ કહે છે; મોદી બોલ્યા- બ્રિક્સ દેશોમાં દુનિયાની 40% GDP BRICS બિઝનેસ ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને G7 પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે G7 ને 'ગ્રુપ ઓફ સેવન' શા માટે કહેવામાં આવે છે તે સમજાતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    From biological weapons to espionage: What Anthropic’s report reveals about AI misuse
    Next Article
    નારોલમાંથી 445 ગ્રામ ગાંજા સાથે બારેજાનો શખ્સ ઝડપાયો:સુરતથી ગાંજો લાવી વટવા સાસરીમાં સંતાડ્યો હતો, ત્યાંથી બારેજા લઈ જતી વખતે પોલીસે પકડ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment