Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર BRC ભવનમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ કહ્યું, ભારત ચોથી સૌથી મોટી આર્થિક સત્તા બન્યું

    9 hours ago

    સુરેન્દ્રનગર BRC ભવન ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. આમાં શાળા, CRC, તાલુકા અને જિલ્લા કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરાઈ. વિષયોમાં "મારા સ્વપ્નાનું વિકસિત ભારત" અને "સામાજિક જવાબદારી" મુખ્ય હતા. જગદીશભાઈ મકવાણાએ કહ્યું કે, ૨૦૧૪માં ૧૧મા ક્રમે રહેલું ભારતનું અર્થતંત્ર આજે વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક સત્તા બન્યું છે. તેમણે વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં ભૂમિકા નિભાવવા પ્રેરણા આપી. જગદીશભાઈ મકવાણાએ વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ્ય નક્કી કરી સખત મહેનત કરવા અને સ્વામી વિવેકાનંદના મંત્રને અપનાવવા આહવાન કર્યું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા, હિસાબી અધિકારી અશ્વિનભાઈ દુલેરા અને BRC નરેશભાઈ બદ્રેશિયા હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    27 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 1ના લોકોને સવાર-સવારમાં લાભ મળશે, અંક 8ના જાતકોને વિશ્વાસપાત્ર લોકો જ દગો આપી શકે છે
    Next Article
    સુરતમાં ઐતિહાસિક ગણેશ વિસર્જન:40 કલાક સુધી ચાલી પ્રક્રિયા, હજીરામાં 9 ફૂટથી ઊંચી 800 પ્રતિમાઓનું વિસર્જન; 8 કલાકનું વેઇટિંગ, લોકોએ રસ્તા પર મેગી બનાવી ખાધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment