Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઐતિહાસિક ગણેશ વિસર્જન:40 કલાક સુધી ચાલી પ્રક્રિયા, હજીરામાં 9 ફૂટથી ઊંચી 800 પ્રતિમાઓનું વિસર્જન; 8 કલાકનું વેઇટિંગ, લોકોએ રસ્તા પર મેગી બનાવી ખાધી

    9 hours ago

    સુરત શહેરમાં આ વર્ષે ગણેશોત્સવમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેની પૂર્ણાહુતિ પણ એટલી જ ઐતિહાસિક રહી છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર ગણેશ વિસર્જનની પ્રક્રિયા સતત 40 કલાક સુધી ચાલી છે. ખાસ કરીને મોટી પ્રતિમાઓ માટે જાણીતા હજીરા ઓવારા ખાતે સતત બીજા દિવસે પણ વિસર્જન ચાલુ રહ્યું હતું. અહીં 15 જેટલી ક્રેન અને 600 સ્વયંસેવકોની ફોજે ડબલ શિફ્ટમાં કામ કરીને આ ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું. તમામ સ્વયંસેવકોએ 12-12 કલાકની બે શિફ્ટમાં ખડેપગે રહીને સેવા આપી હતી, જેના કારણે આ મહાકાય પ્રતિમાઓનું સુરક્ષિત વિસર્જન શક્ય બન્યું છે. હજીરામાં 9 ફૂટથી ઊંચી 800 મહાકાય પ્રતિમાઓનું વિસર્જન આ વર્ષે સુરતમાં રેકોર્ડબ્રેક 90,000 જેટલી ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં 12 ફૂટથી લઈને 25 ફૂટ સુધીની અત્યંત આકર્ષક અને વિશાળકાય પ્રતિમાઓ જોવા મળી હતી. શહેરમાં અન્ય તમામ જગ્યાએ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ હજીરા ખાતે સતત બીજા દિવસે પણ ગણેશ પ્રતિમાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આંકડાકીય માહિતી મુજબ, માત્ર હજીરા ઓવારા પર જ 9 ફૂટથી ઉપરની 800 જેટલી વિશાળ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક જામમાં લોકોએ રસ્તા પર જ મેગી બનાવી ખાધી મહાકાય પ્રતિમાઓના વિસર્જન માટે હજીરા પહોંચેલા લોકોએ ભારે ધીરજનો પરિચય આપ્યો હતો. ટ્રક અને ટેમ્પોમાં ગણેશજીની વિશાળ પ્રતિમાઓ લઈને નીકળેલા ભક્તોએ વિસર્જન માટે 4થી 8 કલાક સુધીનું લાંબુ વેઇટિંગ કરવું પડ્યું હતું. વિસર્જનમાં આટલો લાંબો સમય લાગી શકે છે તેનો અંદાજ કેટલાક ભક્તોને પહેલેથી જ હતો. આથી તેઓ પોતાની સાથે ઘરેથી નાનો ગેસ સિલિન્ડર અને જરૂરી સામાન લઈને જ પહોંચ્યા હતા. કલાકો સુધી રસ્તા પર ફસાયેલા લોકોએ રસ્તા પર જ મેગી બનાવીને ખાધી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. શહેરમાં કુલ 71 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું સુરતમાં વિવિધ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. આંકડાઓ પર નજર કરીએ તો, મગદલ્લા ઓવારા પર 2,701 અને ડુમસ નાવડી ઓવારા પર 1,433 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે સૌથી વધુ હજીરા ખાતે કુલ 6,412 ગણેશ પ્રતિમાઓને જળ સમાધિ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરભરમાં બનાવેલા કુત્રિમ તળાવોમાં 61,392 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ, ત્રણ મોટા ઓવારા અને કુત્રિમ તળાવો મળીને સુરત શહેરમાં કુલ 71,938 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. તંત્ર અને સ્વયંસેવકોના સહિયારા પ્રયાસથી સફળતા 40 કલાક સુધી ચાલેલી આ ઐતિહાસિક અને લાંબી વિસર્જન પ્રક્રિયામાં સ્વયંસેવકો, પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા અત્યંત સરાહનીય રહી હતી. સુરત પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો, જ્યારે સ્વયંસેવકોએ ક્રેન સંચાલનથી લઈને ભક્તોને મદદરૂપ થવાની જવાબદારી બખૂબી નિભાવી હતી. લાંબા સમય સુધી ચાલેલા આ મહાકાય વિસર્જનમાં લોકોની અદભૂત આસ્થા અને તંત્રની આગોતરી તૈયારીઓના સમન્વયથી સુરતનો આ ગણેશોત્સવ યાદગાર રૂપે સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર BRC ભવનમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ કહ્યું, ભારત ચોથી સૌથી મોટી આર્થિક સત્તા બન્યું
    Next Article
    રાણપુરની ગીતાંજલિ સ્કૂલમાં ગણેશજીનું વિસર્જન:ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ આરતીમાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment