Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં માજી સૈનિકો માટે ખાસ ભરતી મેળો:BPCLમાં સિક્યુરિટી ગાર્ડની જગ્યાઓ માટે સીધો ઇન્ટરવ્યૂ, ₹30,000 સુધીનો પગાર અને રહેવાની મફત સુવિધા

    11 hours ago

    રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હસ્તકની યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, મદદનીશ રોજગાર નિયામકની કચેરી, વડોદરા તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે દેશની સેવા કરી નિવૃત્ત થયેલા માજી સૈનિકો (એક્સ-સર્વિસમેન) માટે એક વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કમાટીબાગ સામે યુનિવર્સિટી બ્યુરો ખાતે કાલે બપોર દરમિયાન રૂબરૂ ઇન્ટરવ્યૂ આ ભરતી મેળો કાલે 30 ઓક્ટોબરના રોજ બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો, સી-બ્લોક, ચમેલી બાગ, કમાટી બાગ ગેટ નંબર-3ની સામે, વડોદરા ખાતે યોજાશે. આ ભરતી મેળામાં બી.પી.સી.એલ. (BPCL) વડોદરા ખાતે કોન્ટ્રાક્ટ આધારિત સિક્યુરિટી ગાર્ડ (આર્મ્ડ અને અનઆર્મ્ડ)ની કુલ 30 જેટલી જગ્યાઓ ભરવા માટે 'મેજર સ્નોબર ખાન સિક્યુરિટી એજન્સી' ના પ્રતિનિધિઓ સ્થળ પર ઉપસ્થિત રહીને ઉમેદવારોના રૂબરૂ ઈન્ટરવ્યૂ લેશે. આર્મ્ડ ગાર્ડને ₹30,000 અને અનઆર્મ્ડ ગાર્ડને ₹25,000 પગાર સાથે રહેવાની નિઃશુલ્ક સગવડ પસંદગી પામનાર આર્મ ધરાવતા માજી સૈનિકોને માસિક 30 હજાર રૂપિયા ઉપરાંત પી.એફ. અને રહેવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. જ્યારે આર્મ વગરના માજી સૈનિકોને માસિક 25 હજાર રૂપિયા ઉપરાંત પી.એફ. અને રહેવાની સુવિધા આપવામાં આવશે. અસલ દસ્તાવેજો અને બાયોડેટા સાથે નિયત સ્થળે ઉપસ્થિત રહેવા અપીલ રોજગાર મેળવવામાં રસ ધરાવતા તમામ માજી સૈનિકોએ પોતાના લશ્કરી સેવા સંબંધિત તમામ અસલ તેમજ નકલ દસ્તાવેજો અને અદ્યતન બાયોડેટા સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા વડોદરાના રોજગાર અધિકારી દ્વારા યાદીમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    61 વર્ષીય આમિર ખાનની ત્રીજી પત્ની સાથે પહેલી કરવાચોથ:ગૌરીના હાથમાં હાથ નાખી પહોંચ્યો; શિલ્પા-સોનમ ટ્રેડિશનલ લુકમાં ચમકી, જુઓ PHOTOs
    Next Article
    बिजनौर में चंद सालों में तीन बच्चे, महिला को फिर भी नहीं पता चला लड़का हिंदू है या मुसलमान?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment