Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    61 વર્ષીય આમિર ખાનની ત્રીજી પત્ની સાથે પહેલી કરવાચોથ:ગૌરીના હાથમાં હાથ નાખી પહોંચ્યો; શિલ્પા-સોનમ ટ્રેડિશનલ લુકમાં ચમકી, જુઓ PHOTOs

    15 hours ago

    દેશભરમાં આજે ‘કરવાચોથ 2026’નો પવિત્ર તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાઈ રહ્યો છે. પરણેલી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. ખાસ તહેવાર પર બોલિવૂડ અને ટીવી જગતના કલાકારો પણ ઉત્સાહપૂર્વક તેને ઉજવે છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રેટનો ખાસ લુક આમિર ખાને આ વર્ષે જુલાઈમાં ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા હતા, અને લગ્ન પછી આ તેની પહેલી કરવાચોથ છે. આ કપલ જ્યારે અનિલ કપૂરના ઘરે પહોંચ્યું, ત્યારે બંનેના પહેરવેશ પર સૌની નજર અટકી ગઈ હતી. ગૌરી સ્પ્રેટ ખૂબ જ સુંદર અને ટ્રેડિશનલ ભારતીય પોશાકમાં સજ્જ થઈને આવી હતી. તેના મોંઢા પર ચમક અને તહેવારનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. 61 વર્ષીય આમિર ખાને હંમેશાની જેમ પોતાના સિમ્પલ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બોલિવૂડની ગ્લેમરસ પાર્ટીઓમાં પણ આમિર ખાન એકદમ સાદા અંદાજમાં ધોતી અને ચંપલ પહેરીને પહોંચ્યો હતો. તેની આ સાદગી અને અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે. અનિલ કપૂરના ઘરે કરવાચોથની પૂજા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનિલ કપૂરના ઘરે બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ પૂજા માટે પહોંચી છે, જ્યાં તમામ કલાકારોના શાનદાર લુક જોવા મળ્યા છે. સોનમ કપૂરનો કરવાચોથ લુક કરવાચોથના સેલિબ્રેશનમાં સોનમ કપૂર મરૂન રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. અંશુલા કપૂરની પહેલી કરવચોથ બોની કપૂરની દીકરી અંશુલા કપૂરે આ વર્ષે 6 જુલાઈ 2026ના રોજ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછીની આ તેની પ્રથમ કરવાચોથ છે. અંશુલા લાલ રંગના આઉટફીટમાં નવવધૂની જેમ પૂજા માટે પહોંચી હતી, જ્યાં તે મંગળસૂત્ર અને સિંદૂર સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શિલ્પા શેટ્ટી અને મીરા રાજપૂતનો આકર્ષક અંદાજ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ગુલાબી રંગની સાડી અને લીલા બ્લાઉઝ સાથે સુંદર હાર તેમજ સિંદૂર-બિંદીમાં ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. જ્યારે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત લાઈટ બદામી રંગની સાડી અને હળવા શણગારમાં નજરે પડી હતી. આ ઉજવણીમાં આયુષ્માન ખુરાનાના પત્ની તાહિરા કશ્યપ, મિની માથુર, ગીતા બસરા, મહિપ કપૂર અને પદ્મિની કોલ્હાપુરી સહિતના અનેક કલાકારો પરંપરાગત પોશાકમાં પહોંચ્યા હતા. જુઓ વીડિયો- અનિલ કપૂરના ઘરે શરૂ થઈ ગઈ ઉજવણીની તૈયારીઓ બોલિવૂડમાં અનિલ કપૂરના ઘરે દર વર્ષે યોજાતી 'કરવાચોથ' પાર્ટી ખૂબ જ જાણીતી છે. અનિલ કપૂરના પત્ની સુનીતા કપૂર દર વર્ષે આ તહેવાર પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાં બોલિવૂડની ઘણી જાણીતી એક્ટ્રેસ હાજરી આપે છે. આ વર્ષે પણ તેમના ઘરે તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ડિઝાઇનર રિમપલ અને હરપ્રીતની પ્રી-કરવાચોથ પાર્ટી મુંબઈના જુહૂમાં બોલિવૂડના ફેવરિટ ફેશન ડિઝાઇનર્સ રિમપલ અને હરપ્રીત દ્વારા એક ખાસ 'પ્રી-કરવાચોથ' પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મુંબઈના અનેક જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. તમામ સેલેબ્સ રિમપલ અને હરપ્રીતના ખાસ ડિઝાઇન કરેલા આકર્ષક ટ્રેડિશનલ આઉટફીટમાં સજ્જ થઈને પહોંચ્યા હતા, જેમાં તેનો ગ્લેમરસ અને રોયલ લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો. પ્રિયંકા ચોપરા અને હિના ખાને હાથ પર લગાવી પતિના નામની મહેંદી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ વિદેશમાં પોતાના પતિ નિક જોનસ સાથે આ તહેવારની ઉજવણી કરી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે હાથમાં સુંદર મહેંદી સાથે પરંપરાગત શણગારમાં નજરે પડી રહી છે. જુઓ બીજી ખાસ તસવીરો બીજી તરફ, ટીવી એક્ટ્રેસ હિના ખાને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી તહેવારની ખાસ ક્ષણો શેર કરી છે. હિનાએ પોતાના હાથ પર ખૂબ જ સુંદર મહેંદી મૂકી તેની તસવીરો પોસ્ટ કરી છે અને પોતાના સાથી રોકી જયસ્વાલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ફેન્સને આ પવિત્ર તહેવારની શુભકામનાઓ પાઠવી છે. , કરવાચોથ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ચાંદની શોધમાં પત્ની પ્રિયંકાને વાદળો ઉપર લઈ ગયો નિક: પત્નીને કેન્સર, આયુષ્માને રાખ્યું વ્રત; બોલિવૂડથી લઈને રાજકારણીનું સ્પેશિયલ કરવાચોથ સેલિબ્રેશન કરવાચોથનો તહેવાર. હાથમાં ચાળણી, ચાંદની રાહ અને જીવનસાથી સાથે વિતાવેલી કેટલીક ખાસ ક્ષણો. તહેવારથી જોડાયેલી યાદો દરેક માટે ખાસ હોય છે. પરંતુ જ્યારે વાત સેલિબ્રિટીઝની આવે ત્યારે આ ક્ષણોમાં કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ જોડાઈ જાય છે. બોલિવૂડ સિતારાઓથી લઈને ભારતીય રાજકારણની જાણીતી હસ્તીઓ સુધી, કરવાચોથ ઉજવવાનો અંદાજ ચોક્કસ અલગ છે, પરંતુ પ્રેમ, સન્માન અને સમર્પણની વાર્તા એક જ છે. સંપૂર્ણ સમાચાર વાંચો….
    Click here to Read More
    Previous Article
    રાજપથ રંગોલી ક્લબ રોડ પર અર્બન ચોક ફૂડ બજારમાં આગ:મોમોસ અને ચાટ સહિત ત્રણ આઉટલેટમાં આગ લાગતા દોડધામ, ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો
    Next Article
    વડોદરામાં માજી સૈનિકો માટે ખાસ ભરતી મેળો:BPCLમાં સિક્યુરિટી ગાર્ડની જગ્યાઓ માટે સીધો ઇન્ટરવ્યૂ, ₹30,000 સુધીનો પગાર અને રહેવાની મફત સુવિધા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment