Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણવીર સિંહ BMW ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો:નવી '7 સિરીઝ' રેન્જ પરથી પડદો ઉઠાવ્યો; અગાઉ બે કાર કંપનીનો ચહેરો રહી ચૂક્યો છે 'ધુરંધર' એક્ટર

    15 hours ago

    નવી દિલ્હીમાં BMW ઇન્ડિયાએ શુક્રવારે તેની નવી 'BMW 7 સિરીઝ' રેન્જ લોન્ચ કરી. આ ખાસ અવસરે 'ધુરંધર' એક્ટર રણવીર સિંહને BMW ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કરવામાં આવ્યો. લોન્ચ ઇવેન્ટમાં નવી 'BMW 7 સિરીઝ' રેન્જ પરથી પડદો રણવીર સિંહે ઉઠાવ્યો. આ અવસરે BMWની ફ્લેગશિપ 7 સિરીઝ અને રણવીર સિંહની હાજરી એકસાથે જોવા મળી. રણવીર સિંહે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ લોન્ચમાં ભાગ લીધો. BMW અનુસાર, આ ભાગીદારી શ્રેષ્ઠતા, મહત્વાકાંક્ષા અને કંઈક અસાધારણ કરવાની ઇચ્છા દર્શાવે છે. BMWની ફ્લેગશિપ સેડાન પેટ્રોલ અને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે ઉપલબ્ધ થશે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પર્ફોર્મન્સ મોડેલ 'BMW i7 M70' પણ ભારતમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. 'BMW i7 M70' અત્યાર સુધીની સૌથી પાવરફુલ BMW 7 સિરીઝ હશે. આ કારની ડિલિવરી ઓક્ટોબર 2026થી શરૂ થશે. રણવીર આ પહેલા સ્કોડા ઓટો ઇન્ડિયાનો બ્રાન્ડ ફેસ હતો રણવીર આ પહેલા સ્કોડા ઓટો ઇન્ડિયાનો બ્રાન્ડ ફેસ હતો. ફેબ્રુઆરી 2025માં સ્કોડાએ તેને પોતાનો પહેલો ‘બ્રાન્ડ સુપરસ્ટાર’ જાહેર કર્યો હતો. કંપનીએ રણવીરને પોતાની નવી બ્રાન્ડ સ્ટ્રેટેજી અને કાયલાક SUVના પ્રમોશનલ કેમ્પેઇનમાં સામેલ કર્યો હતો. જોકે, રણવીરનો કાર કંપનીઓ સાથેનો સંબંધ માત્ર સ્કોડા પૂરતો સીમિત રહ્યો નથી. તે પહેલા 'મારુતિ સુઝુકી નેક્સા'નો પણ બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યો છે. 2014માં તેને નેક્સા રેન્જનો ચહેરો બનાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, રણવીર પોતે પણ મોંઘી અને લક્ઝરી કારના શોખીન છે. તેના કાર કલેક્શનમાં 'ફરારી 296 જીટીબી', 'જીએમસી હમર ઇવી 3એક્સ', 'રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી' અને 'મર્સિડીઝ-મેબેક જીએલએસ 600' જેવી ગાડીઓનો સમાવેશ થાય છે. રણવીર ઘણા મોટા બ્રાન્ડ્સનો બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યો છે રણવીર સિંહે ઓટોમોબાઈલ ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ, ખાદ્યપદાર્થો, પર્સનલ કેર અને ફેશન સહિત અનેક ક્ષેત્રોની મોટી બ્રાન્ડ્સ માટે ટીવી જાહેરાતો કરી છે. ટેકનોલોજી અને મનોરંજનની વાત કરીએ તો, રણવીર 'ડિશ ટીવી' અને 'ફાસ્ટ્રેક સ્માર્ટ'ની જાહેરાતોમાં જોવા મળી ચૂક્યો છે. ખાદ્યપદાર્થો અને પીણાંની બ્રાન્ડ્સમાં રણવીરે ચિંગ્સ સિક્રેટ, બિંગો! અને થમ્સ અપ માટે જાહેરાતો કરી છે. પર્સનલ કેર અને લાઇફસ્ટાઇલમાં તે 'ડ્યુરેક્સ', 'કોલગેટ મેક્સફ્રેશ', 'ફ્લાઇટ' અને 'માન્યવર'ની જાહેરાતોમાં જોવા મળ્યો છે. આ ઉપરાંત રણવીર 'વીવો', 'મિંત્રા' અને 'મેકમાયટ્રિપ' જેવી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોનો પણ ભાગ રહ્યો છે. આ બોલિવૂડ સ્ટાર્સ પણ કાર કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે શાહરૂખ ખાન: શાહરૂખ ખાન લાંબા સમયથી હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો ચહેરો છે. હ્યુન્ડાઈ સાથે તેની ભાગીદારી 1998માં સેન્ટ્રોની જાહેરાતથી શરૂ થઈ હતી. ત્યારબાદ તે કંપનીના અનેક પ્રચાર અભિયાનોમાં જોવા મળ્યો છે. પ્રિયંકા ચોપરાઃ પ્રિયંકા લક્ઝરી કાર બ્રાન્ડ 'બેન્ટલે'ની પહેલી ભારતીય ગ્લોબલ એમ્બેસેડર બની છે. વિકી કૌશલ: બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ ટાટા મોટર્સના પેસેન્જર અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટના અધિકૃત બ્રાન્ડ એમ્બેસેડર છે. તે 'ટાટા કર્વ'ના પ્રચાર અભિયાનમાં પણ જોવા મળ્યો છે. કાર્તિક આર્યન: કાર્તિક આર્યનને મારુતિ સુઝુકીની 'બ્રેઝા'ના પ્રચાર અભિયાન સાથે જોડવામાં આવ્યો છે. તે કંપનીના ‘મોર પાવર ટુ યોર પ્લે’ અભિયાનનો ભાગ રહ્યો છે. રણબીર કપૂર: રણબીર કપૂર લાંબા સમયથી રેનોલ્ટ ઇન્ડિયા સાથે જોડાયેલા છે. તેઓ કંપનીની અનેક કારના પ્રચાર અભિયાનોમાં જોવા મળ્યો છે. આયુષ્માન ખુરાનાઃ આયુષ્માન ખુરાનાને ટોયોટા ઇન્ડિયા સાથે બ્રાન્ડ પાર્ટનર તરીકે જોડવામાં આવ્યો છે. તે કંપનીના પ્રચાર અભિયાનોનો ભાગ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ब्रिक्स का आग़ाज़, दिल्ली में ईरान के पेज़ेश्कियान, जिनपिंग-पुतिन भी होंगे शामिल
    Next Article
    ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય:આવતીકાલે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, મોલ, રેસ્ટોરન્ટ્સ અને દુકાન 24 કલાક ખૂલ્લા રહેશે, બેંકોની હડતાળથી હાલાકી

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment