Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયન્સ સિટી રોડ પર BMWનો કાચ તોડી 4.59 લાખની ચોરી:વાસણામાં પાડોશીએ માર માર્યો અને વાહનમાં તોડફોડ કરી, બોડકદેવમાં રાજસ્થાનના કામદારે સોનામાં દાગીના ચોર્યા

    9 hours ago

    અમદાવાદમાં ગુનાખોરીની ત્રણ અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. સાયન્સ સિટી રોડ પર BMW કારનો કાચ તોડી અજાણ્યા બાઇક ચાલક 4.59 લાખની રોકડ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં, વાસણામાં પાણીનો નળ કાઢી નાખવા જેવી સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને દીપક ચાવડાએ મારામારી કરી વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. ત્રીજા બનાવમાં, બોડકદેવ વિસ્તારમાં ઘરકામ માટે રાખેલા રાજસ્થાનના કામદારે ઘરમાંથી સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો. જેથી ત્રણેય ઘટનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સાયન્સ સિટી રોડ પર BMWનો કાચ તોડી 4.59 લાખની ચોરી અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફિલ્મી સ્ટાઇલમાં BMW કારનો કાચ તોડી 4.59 લાખની ચોરી કરવામાં આવી હતી. બોપલ વિસ્તારમાં રહેતા અને સાયન્સ સિટી રોડ પર આવેલી ‘ધ કેપિટલ’ બિલ્ડિંગમાં JSA આર્કિટેક્ટ નામની કંપની ચલાવતા જાગૃત ચંદ્રેશભાઈ શાહે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક શખ્સે ધ્યાન ભટકાવ્યું અને બીજો રોકડનો થેલો લઈને ફરાર ફરિયાદ મુજબ તેઓ 7 મેના રોજ સાંજે પોતાની BMW M2 કાર લઈને PM આંગડિયાની ઓફિસેથી મિત્રએ મોકલેલા 3 લાખ રૂપિયા લેવા ગયા હતા. જે બાદ કુલ 4.59 લાખ કાળા રંગની બેગમાં મૂકી કારની આગળની સીટ પર રાખ્યા હતા. જે બાદ ફરિયાદી ‘ધ કેપિટલ’ બિલ્ડિંગ પાસે પહોંચ્યા ત્યારે બે બાઈક સવાર અજાણ્યા શખ્સોએ તેમને ટાર્ગેટ બનાવ્યા હતા. એક શખ્સે ગાડી ઉભી રાખવાનો ઈશારો કરી ધ્યાન ભટકાવ્યું હતું, જ્યારે બીજા શખ્સે કારનો આગળનો કાચ તોડી સીટ પર મુકેલી રોકડ ભરેલી બેગ ચોરી ફરાર થઈ ગયા હતા. જેથી અજાણ્યા બાઇક ચાલક સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાસણામાં પાડોશીએ માર માર્યો અને વાહનમાં તોડફોડ કરી વાસણામાં રહેતા રાજેશભાઈ સોહેલિયા છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. એપ્રિલ મહિનામાં ફરિયાદીના ધાબા પરથી કોઈ પાણીનો નળ કાઢી ગયું હતું. જેથી તેમણે પાડોશી દીપક ચાવડા પર શંકા હોવાથી ફરિયાદ કરવા ગયા હતા. જેની અદાવત રાખીને દીપક ચાવડા ફરિયાદીના ઘરે ઝઘડો કરવા માટે ગયો હતો. જે દરમિયાન બંને વચ્ચે ઉપગ્રહ બોલાચાલી પણ થઈ હતી. જે બાદ દીપક ચાવડાએ ઉશ્કેરાઈને ફરિયાદીને ગડદા પાટુનો માર માર્યો હતો. તેમજ બેટ વડે દિપક ચાવડાએ ફરિયાદીને માર માર્યો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ગત ત્રણ તારીખે દીપક ચાવડાએ રાત્રે ફરિયાદીની એક્ટિવાની સીટ ફાડી તોડફોડ પણ કરી હતી. જેથી ફરિયાદીએ દીપક ચાવડા સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવમાં રાજસ્થાનના કામદારે સોનામાં દાગીના ચોરી લીધા બોડકદેવ વિસ્તારમાં ઘરકામ માટે રાખેલા રાજસ્થાનના કામદારે ઘરમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયો છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી આનલબેન ગવારવાલાએ તેમના ઘરે ઘરકામ માટે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી મહેન્દ્ર મુકેશજી બારીયાને રાખવામાં આવ્યો હતો. 2 મે 2026ના રોજ મહેન્દ્ર તેમના ઘરે કામ કરવા આવ્યો હતો. ત્યારબાદ 3 મેએ પરિવાર સામાજિક પ્રસંગે બહારગામ ગયો હતો અને 5 મેના રોજ ઘરે પરત ફર્યા હતા. જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે મહેન્દ્ર તેમના ઘરે જોવા મળ્યો નહતો. જેથી ફરિયાદીએ ડ્રાઇવરને પૂછતા જાણવા મળ્યું હતું કે મહેન્દ્ર મોબાઇલનું ચાર્જર લેવા જવું છું તેવું કહી કામ અધૂરી મૂકી ઘરેથી નીકળી ગયો હતો. જેના બીજા દિવસે ફરિયાદીએ પૂજા કરવા માટે પૂજા રૂમ ખોલ્યો હતો. જ્યાંથી સોનાના દાગીના ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતા પૂજાના રૂમમાં રાખેલી સોનાની 10 ગ્રામનો લક્ષ્મીજીનો સિક્કો, તિરૂપતિ બાલાજી ભગવાનના ફોટાવાળું પેન્ડલ ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ફરિયાદીએ ઘરકામ માટે રાખેલ મહેન્દ્ર બારીયા સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    Kota C-section death raises questions: How safe are Caesarean deliveries and what complications can occur?
    Next Article
    ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ:સોમવારે સાંસદ પૂનમ માડમ, MLA પબુભા લીલીઝંડી આપશે, રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને લઈ દુરંતો એક્સપ્રેસ સહિતની ટ્રેનોનાં સમય બદલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment