Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'BMAને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું ધ્યેય':બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના ઇતિહાસમાં પહેલીવાર 50 ટકા મહિલા રિઝર્વેશન સાથે હોદ્દેદારોની વરણી, ડૉ. મંગલા ચૌહાણે પ્રેસિડેન્ટનો કાર્યભાર સંભાળ્યો

    7 hours ago

    વડોદરાના પ્રતિષ્ઠિત બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) ના 68માં વાર્ષિકોત્સવમાં એક નવો ઈતિહાસ રચાયો છે. સંસ્થાના ઇતિહાસમાં પ્રથમ વખત 50% મહિલા અનામત સાથે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. વર્ષ 2026-2027 માટે જાણીતા મેનેજમેન્ટ લીડર અને ઉદ્યોગસાહસિક ડૉ. મંગલા ચૌહાણે પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ અને 'બેસ્ટ વેલ્યુ કેમ'ના એમ.ડી. સાજુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવી યુવા ટીમ અને નેતૃત્વ ડૉ. મંગલા ચૌહાણના નેતૃત્વમાં જાહેર થયેલી આ નવી ટીમ સંપૂર્ણપણે યુવા જોશથી ભરેલી છે. જેમાં મુખ્ય હોદ્દેદારો તરીકે જે સભ્યોની વરણી કરવામાં આવી તેમની વિગતો નીચે મુજબ છે. BMAનો ભવ્ય વારસો વર્ષ 1957થી કાર્યરત BMA માત્ર વડોદરા જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે. આ મંચ પર ભૂતકાળમાં રતન ટાટા, અમિતાભ બચ્ચન અને નારાયણ મૂર્તિ જેવી દિગ્ગજ હસ્તીઓ પોતાની હાજરી આપી ચૂકી છે. સંસ્થા દ્વારા 'મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ', 'ફ્રાઈડે ઈવનિંગ ટોક' અને પ્રતિષ્ઠિત 'સયાજી રત્ન એવોર્ડ' જેવા મહત્વના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. ભવિષ્યનું વિઝન, નેશનલથી ગ્લોબલ સુધી નવનિયુક્ત પ્રેસિડેન્ટ ડૉ. મંગલા ચૌહાણે તેમનું વિઝન સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર BMAને હવે ગ્લોબલ લેવલ પર લઈ જવાનું તેમનું લક્ષ્ય છે. નવી ટીમનું મુખ્ય ધ્યાન યુથ ડેવલપમેન્ટ (યુવા વિકાસ) અને વુમન એમ્પાવરમેન્ટ (મહિલા સશક્તિકરણ) પર રહેશે. વધુમાં ડૉ. મંગલા ચૌહાણે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય નવા સભ્યોને જોડીને વિવિધ કાર્યક્રમો દ્વારા શહેર અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવાનો છે. વર્ષ 2025-26માં ડૉ. મુકુન્દ પુરોહિતની ટીમે જે મજબૂત પાયો નાખ્યો છે, તેને અમે વધુ ઊંચાઈ પર લઈ જઈશું.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત બન્યું અગનભઠ્ઠી, 6 શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર:કંડલા એરપોર્ટનું સૌથી વધુ 44.4 ડિગ્રી, સુરત-પોરબંદરમાં હીટવેવની અસર
    Next Article
    बिजनौर जेल में कैदी की मौत, परिजनों का सडक पर जोरदार हंगामा, जेल प्रशासन पर मर्डर करने का आरोप

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment