Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત બન્યું અગનભઠ્ઠી, 6 શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર:કંડલા એરપોર્ટનું સૌથી વધુ 44.4 ડિગ્રી, સુરત-પોરબંદરમાં હીટવેવની અસર

    16 hours ago

    ગુજરાતમાં આકરી ગરમી અને હિટવેવની આગાહી વચ્ચે આજે 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો બરાબરના અકળાયા છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ ગરમીનો કહેર વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે. સુરત અને પોરબંદરમાં સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ તાપમાન ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. તેની વચ્ચે 10 તારીખે સુરતમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 5.7 ડિગ્રી વધુ હતું. જ્યારે પોરબંદરમાં 39.3 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા 5.2 ડિગ્રી વધુ હતું. હીટવેવ શું છે? IMD અનુસાર, દેશમાં સામાન્ય રીતે હીટવેવ ત્યારે થાય છે જ્યારે મેદાનોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયા કિનારાની નજીકના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય છે. જો કોઈ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય, તો તેને હીટવેવ કહેવામાં આવે છે અને જો તે 6.4 ડિગ્રી વધે તો તેને સિવિયર હીટવેવ કહેવામાં આવે છે. અમદાવાદ શહેરની સ્થિતિ અમદાવાદમાં આજથી 6 દિવસ માટે કાળઝાળ ગરમીની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 43.4°C નોંધાયું છે, જે સામાન્ય કરતા +1.9°C છે અને લઘુત્તમ તાપમાન 28°C નોંધાયું છે. આજે આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 43°Cની આસપાસ રહેવાની શક્યતા છે. હાલોલ-શામળાજી હાઈ-વે પર ગરમીની અસર મહીસાગર જિલ્લામાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે જનજીવન ખલેલાયું છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લા મથક લુણાવાડા શહેરમાં બપોરના સમયે તાપમાનનો પારો આસમાને પહોંચતા મુખ્ય રોડ-રસ્તાઓ સાવ સૂમસામ ભાસી રહ્યા છે. ગરમીની આ તીવ્ર અસર હાલોલ-શામળાજી હાઈ-વે માર્ગ પર પણ જોવા મળી રહી છે, જ્યાં માત્ર એકલદોકલ વાહનોની અવરજવર નજરે પડે છે. કાળઝાળ ગરમી અને લૂથી બચવા માટે લોકો બપોરના સમયે અત્યંત અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આગામી દિવસોની યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી
    Click here to Read More
    Previous Article
    Akhilesh Yadav on UP Cabinet Expansion: यूपी मंत्रिमंडल विस्तार पर अखिलेश यादव ने कसा तंज। CM Yogi
    Next Article
    'BMAને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું ધ્યેય':બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના ઇતિહાસમાં પહેલીવાર 50 ટકા મહિલા રિઝર્વેશન સાથે હોદ્દેદારોની વરણી, ડૉ. મંગલા ચૌહાણે પ્રેસિડેન્ટનો કાર્યભાર સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment