Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'BMAને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું ધ્યેય':બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના ઇતિહાસમાં પહેલીવાર 50% મહિલા રિઝર્વેશન સાથે હોદ્દેદારોની વરણી થઈ, નવા પ્રેસિડેન્ટ તરીકે ડૉ. મંગલા ચૌહાણે કાર્યભાર સંભાળ્યો

    3 days ago

    વડોદરા શહેરમાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના 68માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2026-2027 માટે BMAના નવા ઓફિસ બેરર્સની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મેનેજમેન્ટ લીડર અને ઉદ્યોગસાહસિક ડૉ. મંગલા ચૌહાણે BMAના નવા પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. BMAના ઇતિહાસમાં પહેલીવાર 50% રિઝર્વેશન સાથે મહિલાઓની હોદ્દેદારો તરીકે વરણી થઈ છે. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ તથા બેસ્ટ વેલ્યુ કેમના મેનેજિંગ ડિરેક્ટર સાજુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA)ના નવનિયુક્ત પ્રેસિડેન્ટ ડૉ. મંગલા ચૌહાણ એ જણાવ્યું હતું કે, આ વર્ષે એક નવી ટીમની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રેસિડેન્ટ તરીકે ડૉ. મંગલા ચૌહાણ, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે CA ચિંતન પોપટ, સેક્રેટરી તરીકે ડૉ. અલ્પેશ શાહ અને ટ્રેઝરર તરીકે હિનલ આદુની નિમણૂક કરવામાં આવી છે. હવે સાથે મળીને નવા સભ્યોને જોડવા તેમજ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજીને શહેર અને દેશના વિકાસમાં યોગદાન આપવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ વાત એ છે કે BMAના ઇતિહાસમાં પહેલીવાર 50% રિઝર્વેશન સાથે મહિલાઓની હોદ્દેદારો તરીકે વરણી થઈ છે અને આ સંપૂર્ણ રીતે એક યુવા ટીમ છે. BMA વર્ષ 1957થી વડોદરામાં કાર્યરત છે. તે માત્ર વડોદરા જ નહીં, પણ ગુજરાત અને સમગ્ર ભારતમાં મેનેજમેન્ટના lક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમો યોજે છે. જેમાં 'મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ', 'ફ્રાઈડે ઈવનિંગ ટોક' અને 'સયાજી રત્ન એવોર્ડ' મુખ્ય છે. આ મંચ પર અત્યાર સુધીમાં રતન ટાટા, અમિતાભ બચ્ચન અને નારાયણ મૂર્તિ જેવી દિગ્ગજ હસ્તીઓ આવી ચૂકી છે. તેઓએ કહ્યું કે, મારું મુખ્ય વિઝન BMAને જે અત્યાર સુધી નેશનલ લેવલ પર ઓળખ મળી છે, તેને ગ્લોબલ લેવલ પર લઈ જવાનું છે. અમારું ધ્યાન મુખ્યત્વે યુથ ડેવલપમેન્ટ,વુમન એમ્પાવરમેન્ટ પર રહેશે. મારો સંદેશ એ જ છે કે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન યુવા વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે, વર્ષ 2025-26 દરમિયાન ડૉ. મુકુન્દ પુરોહિતના નેતૃત્વ હેઠળની ટીમે BMAને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હવે નવી ટીમ સાથે સંસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    મે'હાણાના પોયરાની ધબધબાટી, IPLમાં ઉર્વિલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી:જયસ્વાલના રેકોર્ડની બરાબરી; 13 બોલમાં 50 રન, ચીઠ્ઠી કાઢી સેલિબ્રેશન કર્યું
    Next Article
    નવસારીમાં મહારાષ્ટ્ર નાભિક સમાજ ભવનનું લોકાર્પણ:સી.આર. પાટીલે ₹15 લાખની ગ્રાન્ટ આપી, મધ્યમ વર્ગને સુવિધા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment