Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના BLO-સુપરવાઇઝરો માટે મોટા સમાચાર:SIR કામગીરી બદલ BLOનો રૂ. 4000 અને BLO સુપરવાઈઝરને રૂ. 6000નું એક વખતનું ભથ્થુ ચુકવાશે

    2 days ago

    ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) કામગીરીમાં જોડાનારા બુથ લેવલ અધિકારીઓ (BLO) અને BLO સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે વિશેષ ભથ્થાની જાહેરાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી પ્રભાગ) દ્વારા 17 ઓગસ્ટ, 2026ના રોજ આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવ મુજબ SIR-2026 દરમિયાન મતદારયાદીની ખાસ સુધારણા કામગીરી માટે નિયુક્ત BLOને રૂ.4,000 અને BLO સુપરવાઇઝરને રૂ.6,000નું વિશેષ એક વખતનું ભથ્થું ચૂકવવામાં આવશે. આ રકમ તેમને મળતા વાર્ષિક માનદ વેતન ઉપરાંત ચૂકવાશે. કામગીરીની સમીક્ષા બાદ થશે ચૂકવણી SIR કામગીરી દરમિયાન BLO અને BLO સુપરવાઇઝરો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા કરવામાં આવશે. ફરજના દિવસો અને કામગીરીની સમીક્ષા બાદ નિયમ મુજબ વિશેષ ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે. ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે BLO તથા BLO સુપરવાઇઝરની નિમણૂક SIR કામગીરીના સમયગાળા દરમિયાન થાય ત્યારે તેમને નિયત વિશેષ ભથ્થું ચૂકવવાનું રહેશે. કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું પણ રહેશે. વાર્ષિક માનદ વેતન પણ એકસાથે મળશે ઠરાવ અનુસાર BLO અને BLO સુપરવાઇઝરોને મળવાપાત્ર વાર્ષિક માનદ વેતનની રકમ પણ એકસાથે ચૂકવવામાં આવશે. એટલે SIRની વિશેષ કામગીરી માટેના ભથ્થા ઉપરાંત તેમના નિયમિત વાર્ષિક માનદ વેતનની પણ જોગવાઈ કરવામાં આવી છે. નાણાં વિભાગની મંજૂરી બાદ GADનો ઠરાવ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્ત અને નાણાં વિભાગની મંજૂરી બાદ સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો ઠરાવ જાહેર કર્યો છે. SIR જેવી મહત્વપૂર્ણ મતદારયાદી સુધારણા કામગીરીમાં BLO અને સુપરવાઇઝરોની જવાબદારીને ધ્યાનમાં રાખીને આ વિશેષ ભથ્થાની જોગવાઈ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોવિંદા-સુનીતાના વિવાદમાં સોમી અલીની એન્ટ્રી:પાકિસ્તાની એક્ટ્રેસે કહ્યું, 'ટેલેન્ટની કોઈ ઉંમર નથી હોતી, તે રોજીરોટી કમાવવામાં લાગેલા છે'
    Next Article
    સંત રવિદાસની 650મી જન્મજયંતિ: નવસારીમાં કલશ રથનું સ્વાગત:જિલ્લાના તમામ મંડળોમાં ફરશે, સામાજિક સમરસતાનો સંદેશ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment