Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંત રવિદાસની 650મી જન્મજયંતિ: નવસારીમાં કલશ રથનું સ્વાગત:જિલ્લાના તમામ મંડળોમાં ફરશે, સામાજિક સમરસતાનો સંદેશ આપશે

    2 days ago

    નવસારી જિલ્લામાં સંત શિરોમણિ શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત કલશ રથનું આગમન થયું હતું. વીરવાડી હનુમાનજી, ધારાગીરી ખાતે આયોજિત કાર્યક્રમમાં રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંત રવિદાસજીના અનુયાયીઓ, સામાજિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાગીરી ખાતેના કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે કરી હતી. તેમણે સંત રવિદાસ મહારાજના જીવનચરિત્ર અને સામાજિક સુધારણામાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. વક્તાઓએ સમાનતા, બંધુત્વ અને સામાજિક એકતાના તેમના સંદેશને સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કલશ રથ સમગ્ર નવસારી જિલ્લાના તમામ મંડળો અને વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર રથનું સ્વાગત કરાશે અને સંત રવિદાસ મહારાજના વિચારો, આદર્શો તથા સમરસતાના સિદ્ધાંતો અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવામાં આવશે. આ પ્રસંગે કાર્યક્રમના સંયોજક સુરેશ મકવાણા, જિલ્લા અધ્યક્ષ ભૂરા શાહ, મેયર અશોક ધોરાજિયા સહિત વિવિધ મંડળોના પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના BLO-સુપરવાઇઝરો માટે મોટા સમાચાર:SIR કામગીરી બદલ BLOનો રૂ. 4000 અને BLO સુપરવાઈઝરને રૂ. 6000નું એક વખતનું ભથ્થુ ચુકવાશે
    Next Article
    પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમનની કાર્યવાહી:698 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો જપ્ત, 5 કિલોના લેબલ વગરના પેક જારમાં વેચાણ કરાતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment