Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'BJP-RSSને ભારતીય પરંપરાઓની સમજ નથી':રાહુલ ગાંધીએ કહ્યું- આ લોકો અસંસ્કારી, લોભી અને પુરુષપ્રધાન છે; અર્ધનારીશ્વરની તસવીર શેર કરી

    9 hours ago

    રાહુલ ગાંધીએ રવિવારે ફરી એક વખત ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી તસવીર શેર કરી. આ પોસ્ટમાં રાહુલે મહારાષ્ટ્રની એલિફન્ટ કેવ્ઝમાં બનેલી અર્ધનારીશ્વરની મૂર્તિ શેર કરી. આ આકૃતિ આશરે 1500 વર્ષ જૂની છે. રાહુલે પોસ્ટમાં લખ્યું કે હું ભારતીય આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓને જેટલી ઊંડાણપૂર્વક સમજી રહ્યો છું, આ વાત એટલી જ સ્પષ્ટ થતી જઈ રહી છે. ભાજપ અને આરએસએસ અસંસ્કારી, લોભી, જાતિવાદી અને પુરુષપ્રધાન છે. તેમને આપણી આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓની જરા પણ સમજ નથી. છેલ્લા 6 દિવસમાં રાહુલની આ બીજી પોસ્ટ છે. આ પહેલાં 17 નવેમ્બરે તેમણે 12મી સદીની શિવ-પાર્વતીની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં પાર્વતી ભગવાન શિવના ખોળામાં બેઠાં હતાં. 17 નવેમ્બર: રાહુલે લખ્યું હતું- ભાજપ સમર્થકો પ્રેમ અનુભવી શકતા નથી રાહુલ ગાંધીએ 17 નવેમ્બરે ‘જમતી વખતે મા-પિતાની ગોદમાં બેસતી હતી’ વાળા કિસ્સા પર ટ્રોલ થયા બાદ શિવ-પાર્વતીની તસવીર શેર કરી હતી. તેમાં દેવી પાર્વતી શિવની ગોદમાં બેઠેલી નજરે પડી રહ્યા હતા. તેમણે લખ્યું હતું, ‘ડર, ક્રોધ અને નફરતે ભાજપ અને આરએસએસ સમર્થકોનાં હૃદયોમાં એવી જાળ વણી દીધી છે, જે તેમને પ્રેમ અનુભવવાથી અને તેને વ્યક્ત કરવાથી રોકે છે.’ રાહુલની પોસ્ટમાં સોનિયા-રાજીવની તસવીર હિમંત બોલ્યા- મનુષ્યોને ભગવાનના રૂપમાં દર્શાવવું અહંકાર રાહુલની પોસ્ટના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું- સામાન્ય મનુષ્યોને શિવ અને પાર્વતીના રૂપમાં દર્શાવવું ભક્તિ નથી. આ એવો અહંકાર છે, જે એટલો વધી ગયો છે કે વ્યક્તિ પોતાને જ દિવ્ય માનવા લાગી છે.' તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિનું પતન ત્યારે ઝડપથી શરૂ થઈ જાય છે, જ્યારે તે ઈશ્વર સમક્ષ નતમસ્તક થવાને બદલે પોતાને જ ઈશ્વરની જેમ રજૂ કરવા લાગે છે. માતા-પિતાના સંબંધ પરના નિવેદનથી થયો હતો વિવાદ 15 નવેમ્બરે રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ'ના લોન્ચ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે તેમના માતા-પિતા સોનિયા અને રાજીવ ગાંધીના સંબંધ સાથે જોડાયેલો એક પ્રસંગ સંભળાવ્યો હતો, જેના પર વિવાદ થયો હતો. રાહુલે તેમના માતા-પિતા સોનિયા અને રાજીવ ગાંધીના સંબંધને યાદ કરતાં કહ્યું હતું કે જમતી વખતે પપ્પા બેઠા રહેતા અને તેમના ખોળામાં મમ્મી બેસતી. રાહુલે જણાવ્યું કે બાળપણમાં તેમને આ સામાન્ય લાગતું હતું. જ્યારે તેઓ મિત્રો ઘરે જતા અને તેમના માતા-પિતાને આ રીતે જોતા નહીં, ત્યારે તેમને આશ્ચર્ય થતું હતું. ---------------------------- આ સમાચાર પણ વાંચો: રાહુલ ગાંધીએ શિવ-પાર્વતીનો ફોટો શેર કર્યો:ટ્રોલિંગ પર બોલ્યા- ભાજપ-RSS નફરત છોડે; ગઈકાલે કહ્યું હતું- સોનિયા પિતા રાજીવના ખોળામાં બેસતાં હતાં રાહુલ ગાંધીએ 'જમતી વખતે મા પપ્પાના ખોળામાં બેસતી હતી' વાળા કિસ્સાને લઈને ટ્રોલ થયા બાદ ભાજપ અને RSS પર વળતો પ્રહાર કર્યો. તેમણે મંગળવારે સોશિયલ મીડિયા પર કહ્યું, ‘ડર, ગુસ્સો અને નફરતે તેમના સમર્થકોનાં દિલોમાં એવું જાળું વણી દીધું છે, જે તેમને પ્રેમ અનુભવવા અને તેને વ્યક્ત કરવાથી રોકે છે.’ પોસ્ટ સાથે શિવ-પાર્વતીની તસવીર પણ મૂકવામાં આવી હતી. આ સમગ્ર મામલો સોમવારે સોનિયા ગાંધીના પુસ્તક 'બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ'ના સત્તાવાર વિમોચન દરમિયાન માતા-પિતાનો કિસ્સો સંભળાવવા સાથે જોડાયેલો છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    પ્રેમ, જાસૂસી અને AI ચિપ્સની તસ્કરી:એનવિડિયાના પૂર્વ CEO હુઆંગની ચીની ગર્લફ્રેન્ડના મિત્રએ મલેશિયાના રસ્તે ચીન મોકલ્યા સર્વર; પતિએ ઊભું કર્યું ₹83 હજાર કરોડનું ડેટા સેન્ટર
    Next Article
    કૃષ્ણનગરમાં જૈન દેરાસરમાંથી પૂજારીએ 9 કિલો ચાંદી ચોરી:વતનમાં મકાનનું કામ ચાલતું હોવાથી દેવું વધી જતા ચોરી કરી, આરોપીની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment