Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંગનાનો રક્ષાબંધન એડનો રિવિલિંગ ડ્રેસનો ફોટો વાયરલ:કુનિકા સદાનંદે BJP MPને આડે હાથ લીધી; ક્રિતી સેનનની જાહેરાત પર વિવાદિત નિવેદન આપ્યું હતું

    7 hours ago

    ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌત સતત એક્ટ્રેસ ક્રિતી સેનનની તે જાહેરાત વિરુદ્ધ નિવેદનો આપી રહી છે, જેમાં એક્ટ્રેસે રક્ષાબંધન ઉજવતી વખતે બ્રાલેટ આઉટફિટ પહેર્યો છે. હવે સિનિયર એક્ટ્રેસ કુનિકા સદાનંદે કંગનાની એક જૂની એડની તસવીર શેર કરી છે, જેમાં કંગના પણ રક્ષાબંધનમાં રિવિલિંગ કપડાં પહેરીને જ્વેલરી બ્રાન્ડ પ્રમોટ કરતી જોવા મળી રહી છે. કુનિકાએ કંગનાની જૂની એડની તસવીર શેર કરતા લખ્યું છે, “મારો કૂતરો કૂતરો, તારો કૂતરો ટોમી?” ડીપ નેકલાઇનવાળો સ્ટ્રેપલેસ ડ્રેસ પહેર્યો કંગનાની આ જાહેરાત એક જ્વેલરી બ્રાન્ડની છે, જેને એક્ટ્રેસે પોતે 2017માં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરી હતી. આ જાહેરાતમાં કંગનાએ સ્ટ્રેપલેસ અને ડીપ નેકલાઇનવાળો ડ્રેસ પહેર્યો હતો. આને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ અને યુઝર્સે કંગનાના જૂના લુકની સરખામણી ક્રિતીના જાહેરાતવાળા લુક સાથે કરી. કંગનાએ ક્રિતીના વિરોધમાં કહ્યું- ‘ફેસ્ટિવલમાં બ્રાલેટ ન પહેરી શકાય’ કંગના રનૌત સતત ક્રિતી સેનનના એડમાં પહેરેલા કપડાંની નિંદા કરી રહી છે. તેણે તાજેતરમાં ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘શું આવા કપડાં કોઈ મુસ્લિમ તહેવારમાં પહેરેલા બતાવી શકાય છે. એક તહેવાર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં આવા બ્રાલેટ પહેરી શકાય નહીં.’ સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Exclusive: BJP agents’ identities ‘misused’ to file mass objections against Haridwar’s Muslim voters
    Next Article
    નેપાળ-તિબેટમાં 3 કલાક પછી ફરીથી બચાવ કાર્ય શરૂ:તળાવ ફાટવાને કારણે રોકવામાં આવ્યું હતું; પૂરમાં અત્યાર સુધીમાં 552 લોકોનાં મોત, 1000 થી વધુ ગુમ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment