Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા BJPના ઉમેદવારોનું લિસ્ટ જુઓ, કોણ કપાયા કોણ રિપિટ!:પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું પત્તું કપાયું, અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યાને વોર્ડ નં. 3માંથી ટિકિટ

    11 hours ago

    સુરત મનપાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખરે 104 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં અનેક દિગ્ગજ અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં ખાસ કરીને પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ આપીને ભાજપે મોટું રાજકીય સમીકરણ સાધ્યું છે. આ ઉપરાંત, શહેરના પૂર્વ મેયર દક્ષેશ માવાણી પર ફરી એકવાર વિશ્વાસ મૂકી તેમને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના આ લિસ્ટમાં જૂના જોગીઓ અને યુવા લોહીનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર 4, 23, અને 24ના ઉમેદવારોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પક્ષપલટુઓ અને પૂર્વ મેયરની ટિકિટ કપાઈ આપમાંથી આવેલા 12 પૂર્વ કોર્પોરેટરોને ભાજપે ડાબેરી દેખાડ્યા. વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન પરથી જીત્યા બાદ કેસરીયો ધારણ કરનારા 12 પૂર્વ કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીએ આંચકો આપ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી 120 ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ પક્ષપલટુ પૂર્વ કોર્પોરેટરો પૈકી એક પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પક્ષે જૂના અને વફાદાર કાર્યકરો પર પસંદગી ઉતારીને પક્ષ પલટો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હોય તેમ જણાય છે. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું પત્તું કપાયું, રાજકારણમાં ગરમાવો ભાજપની આ પ્રથમ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાની ટિકિટ કપાતા જોવા મળ્યું છે. શહેરના પ્રથમ નાગરિક રહી ચૂકેલા બોઘાવાલાને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે. વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને ટિકિટ આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નેન્સી શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મનીષાબેન આહીર, દિનેશ રાજપુરોહિત, બ્રિજેશ ઉનડકટ, હિમાંશુ રાહુલજી, અમિત રાજપુત, નરેન્દ્ર પાટીલ, ભાઈદાસ પાટીલ અને સુધા પાંડે સહિતના અગ્રણીઓને પાર્ટીએ રિપીટ કર્યા છે. બીજી તરફ, એસ.આઈ.આર. (SIR) ની કામગીરીમાં વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-સુરત મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:જામનગર મનપામાં 6 મુસ્લિમોને ટિકિટ, જુઓ જાહેર થયેલી તમામ પાલિકા-પંચાયતનું લિસ્ટ
    Next Article
    ભાવનગર મનપાના ભાજપના ઉમેદવારો જાહેર:વોર્ડ-1માં પાયલ પંચાલ અને વોર્ડ-7માં દક્ષા ભટ્ટને ટિકિટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment