Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જિ.પં.ના પૂર્વ સભ્ય-BJPના જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા:27-સાસણ બેઠક પરથી ચૂંટણી લડશે, પૂર્વ ચેરમેન દંપતી ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાશે

    1 day ago

    જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન દિવરાણીયા અને તેમના પતિ અર્જણભાઈ દિવરાણીયાએ ભાજપના સંગઠન સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. વર્ષોની વફાદારી બાદ પણ પક્ષમાં થયેલી અવગણનાને કારણે આ દંપતી હવે આમ આદમી પાર્ટી (AAP) તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાકરબેન ધંધુસર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના આગેવાન જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા છે. 'અરવિંદ લાડાણીએ ટિકિટ કાપીને માનીતાઓને ટિકિટ આપી છે' મેંદરડા તાલુકાના રાજકારણમાં મોટા ઉલટફેર વચ્ચે જોલીત બુસાએ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરી કોંગ્રેસમાં 'ઘર વાપસી' કરી છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ 'લોકચાહના' વાળા ઉમેદવારોની વાતો કરે છે, પરંતુ હકીકતમાં તે ખોટું છે. તેમના મતે, ઇકોઝોન મુદ્દે ખેડૂતોનો અવાજ ઉઠાવવો ધારાસભ્ય અરવિંદ લાડાણીને પસંદ ન પડતા, તેને ટિકિટ કાપીને માનીતાઓને ટિકિટ આપી છે. જોલીત બુસા 27-સાસણ બેઠક પરથી ચૂંટણી લડશે ​જોલીત બુસાએ સ્પષ્ટ કર્યું કે, તેઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાંથી અગાઉ વિજેતા બની ચૂક્યા છે, કારણ કે તેમના વિસ્તારમાં લોકો પક્ષ કરતાં કામ કરનારા વ્યક્તિને વધુ મહત્વ આપે છે. તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે અને આજીવન કોંગ્રેસમાં જ રહેવાનું વચન આપ્યું છે. ​આગામી ચૂંટણી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ 27-સાસણ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમને પોતાની જીત પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે 2થી 5 હજાર મતોની સરસાઈથી વિજય મેળવવાનો દાવો કર્યો છે. અરજણભાઈ દિવરાણીયાના ભાજપ પર ગંભીર આક્ષેપો ​પૂર્વ ચેરમેનના પતિ અને પક્ષના પાયાના કાર્યકર્તા ગણાતા અર્જણભાઈ દિવરાણીયાએ પક્ષ છોડતી વખતે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ 1995માં કેશુભાઈ પટેલના સમયથી એટલે કે માત્ર 16 વર્ષની ઉંમરથી ભાજપમાં સક્રિય હતા. તેમની પાસે તે સમયની 5 રૂપિયાની સભ્ય ફીની પહોંચ પણ હજુ સચવાયેલી છે. ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો કર્યો ​તેમણે પક્ષની આંતરિક કાર્યપ્રણાલી પર પ્રહાર કરતા કહ્યું કે, 2024ના જિલ્લા પંચાયતના બજેટ બોર્ડ વખતે પક્ષના જ કેટલાક નેતાઓએ તેમને હાજર ન રહેવા સૂચના આપી હતી. ભાજપ પાસે 30 માંથી 25 સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, માત્ર 11 સભ્યોની હાજરીમાં વિરોધ પક્ષ કોંગ્રેસના 5 સભ્યોનો ટેકો લઈને બજેટ પસાર કરવાની જે નીતિ અપનાવાઈ, તેનાથી તેઓ વ્યથિત છે. આ અંગેના ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેનને મેદાનમાં ઉતાર્યા ​રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, ધંધુસર બેઠક પર ટિકિટ ન મળતા આ નારાજગી ઉભી થઈ છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેન દિવરાણીયાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, સાકરબેન અને અર્જણભાઈનું માનવું છે કે પક્ષમાં વફાદાર કાર્યકર્તાઓને બદલે આયાતી અથવા ચોક્કસ જૂથના લોકો પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. ખાસ કરીને શાપુર બેઠક પર ઇન્દુબેન ભરતભાઈ ચાવડાની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમના પતિ ભરતભાઈ ચાવડા 2020-25 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવારોની યાદી ​જૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે 'કમલમ' (ગાંધીનગર) થી ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે, જે મુજબ મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે. સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યની રણનીતિ ​અર્જણભાઈ દિવરાણીયાએ ઉમેર્યું કે, તેઓ માત્ર રાજકારણ માટે નહીં પણ જનસેવા માટે મેદાનમાં છે. 2001થી 'દાતાર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરીને તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. હવે જ્યારે સાકરબેન 'આપ' માંથી ધંધુસર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને પંથકની જનતાના આશીર્વાદ મળશે તેઓ અતૂટ વિશ્વાસ છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભડકો:વોર્ડ નં. 18માં આયાતી ઉમેદવારો સામે કાર્યકરોનો બળવો
    Next Article
    पाकिस्तान को लेकर बहस, कैसे मिला ग्लोबल मंच, कहाँ हैं भारत के ग्लोबल लीडर? Islamabad Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment