Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શરમ આવે છે?, આ વિસ્તાર ભૂલી જજો, વોટ નહીં મળે':સુરતમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના BJP નેતાઓ સામે કાળા પાણીની ડોલ લઈ જનતા ઉતરી, 20 વર્ષનો રોષ ઠાલવ્યો

    9 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે જનતા વચ્ચે જઈને પ્રસાર-પ્રચાર શરૂ કર્યો છે. આ વચ્ચે સુરતમાં ભાજપના નેતાઓ માટે જનતા વચ્ચે જવું પડકારજનક બની રહ્યું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ 5 એપ્રિલના રોજ અન્ય નેતાઓ સાથે જ્યારે પોતાના વિસ્તાર (વોર્ડ નં.9)માં પ્રચાર અને જનસંપર્ક માટે નીકળ્યા, ત્યારે તેમને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. કરોડો રૂપિયાના બજેટ રજૂ કરનાર અને વિકાસના દાવા કરનારા પૂર્વ ચેરમેનને જનતાએ પાયાની સુવિધાઓ મુદ્દે આડેહાથ લીધા હતા. ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઘેરી સવાલોનો મારો ચલાવ્યો રાંદેર ગામમાં રાંદેર ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે નેતાઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા. સ્થાનિકોએ સીધો સવાલ કર્યો હતો કે, ‘તમે આટલા વર્ષોમાં અહીં ક્યારેય દેખાયા છો? આજે મતોની જરૂર પડી ત્યારે જ કેમ આવ્યા?’ લોકોએ મોઢામોઢ કહી દીધું હતું કે, વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ બાકી છે, છતાં કોઈ દરકાર લેવા આવ્યું નથી. નેતાઓ જ્યારે આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા વાયદાઓ તો અમે છેલ્લા 20 વર્ષથી સાંભળીએ છીએ. ગંદા પાણીની ડોલ લઈને વિરોધ, પૂર્વ ચેરમેન જોતા જ રહી ગયા વિરોધનું સૌથી ઉગ્ર સ્વરૂપ ત્યારે જોવા મળ્યું, જ્યારે સ્થાનિક રહીશ હાથમાં ગંદા પાણીની ડોલ લઈને રાજન પટેલની સામે આવી પહોંચ્યા હતા. આ ડોલમાં કાળા રંગનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી હતું, જે સ્થાનિકોના ઘરે નળમાં આવી રહ્યું છે. લોકોએ આ ગંદા પાણીની ડોલ બતાવીને નેતાઓને પૂછ્યું હતું કે, ’શું આ પાણી પીવાલાયક છે? તમે કરોડોના બજેટની વાતો કરો છો પણ અમને પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતા નથી.’ આ દૃશ્ય જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોઈ ઉત્તર આપી શક્યા નહોતા. કરોડોનું બજેટ રજૂ કરનાર રાજન પટેલ સામે લોકરોષ ઉલ્લેખનીય છે કે, રાજન પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત શહેર માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી બજેટ મંજૂર કર્યા હતા. જોકે, તેમના જ મતવિસ્તારમાં જ્યારે પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા અને પીવાના પાણીની સમસ્યા વણઉકેલાયેલી જોવા મળી, ત્યારે જનતાએ તેમને આ બાબતે ઘેર્યા હતા. લોકોમાં એવી લાગણી જોવા મળી હતી કે કાગળ પરના કરોડોના બજેટ સામાન્ય માણસના ઘર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. મહિલાઓ- વૃદ્ધોએ સીધુ જ કહી દીધુ- ‘આ વખતે વોટ નહીં મળે’ આ વિરોધ પ્રદર્શનમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદા પાણીને કારણે બીમારીઓ ફેલાઈ રહી છે અને રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે અવરજવર કરવી મુશ્કેલ બની છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, "આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી કોઈ વોટ આપવાનું નથી." લોકોએ નેતાઓને સાફ કહી દીધું હતું કે માત્ર ચૂંટણી સમયે જ દેખા દેતા નેતાઓને હવે જનતા સ્વીકારવાના મૂડમાં નથી. કાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે તીખી તકરાર જ્યારે જનતાનો રોષ વધી રહ્યો હતો, ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ બચાવ કરવાની કોશિશ કરી હતી. એક કાર્યકર્તાએ જ્યારે સ્થાનિકોને એમ કહ્યું કે, તમે આ બાબતે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા?, ત્યારે લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે અમે અગણિત વાર ફરિયાદો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. આ દરમિયાન જ્યારે કોઈએ મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ભાજપના કાર્યકર્તાએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર સ્થાનિકો ભડક્યા હતા અને કહ્યું હતું કે, અમે કેમ વીડિયો ન ઉતારીએ? તમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો?
    Click here to Read More
    Previous Article
    ઉમંગ ટીમે મીઠાપુરમાં મહિલા બોક્સ ક્રિકેટમાં હેટ્રિક વિજય મેળવ્યો:ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત સ્પર્ધામાં 10 ટીમોએ ભાગ લીધો
    Next Article
    SSC Junior Engineer Tier 2 Admit Cards 2026: Hall tickets for April 7 exam out at ssc.gov.in

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment