Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મહિલા અનામત બિલનો વિરોધ કરનાર કોંગ્રેસનો હિસાબ દેશની મહિલાઓ કરશે':કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેનું નિવેદન, અમદાવાદમાં BJPના ઉમેદવારો પર મહિલા વિફરી; કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર

    4 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે સવારે કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. કોંગ્રેસનો હિસાબ દેશની મહિલાઓ કરશે- રક્ષા ખડસે જ્યારે બપોરે ગાંધીનગર કમલમમાં મહિલા અનામત બિલને લઈને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજનીતિ કરી છે અને બિલના વિરોધ માટે અલગ અલગ કારણો દર્શાવ્યા હતાં. કોંગ્રેસ મહિલાઓ માટે વિરોધ કરે છે. જેનો હિસાબ દેશની મહિલાઓ કરશે. પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપતાં ચાંદખેડામાં વિરોધ અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં વિરોધના કારણે સ્ટાર પ્રચારકે મિટિંગ સ્થળ બદલવું પડ્યું. જીગ્નેશ મેવાણી વોર્ડના હોદ્દેદારોની મિટિંગ યોજવાના હતા, પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી હોવાથી વિરોધ થતા મેવાણીએ એક ઉમેદવાર માટે ઘરે ઘરે જઈ પ્રચાર કરવો પડ્યો. ત્રણ ઉમેદવાર તો પ્રચારમાં પણ ના જોડાયા. કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર, 15 મનપા માટે કમિટમેન્ટ ઉલ્લેખનીય છે કે, આજે 19 એપ્રિલે કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 15 મનપા માટે કમિટમેન્ટ આપ્યું. પરિવર્તનનો સંકલ્પ કોંગ્રેસ જ વિકલ્પ, 'હવે તો સમજો.. લઈ આવો પંજો' ના નારા સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો સુધી જવાની છે. નાગરિકોના સ્વપ્ન મુજબ શહેરોના વિકાસ કરવાની કોંગ્રેસ દ્વારા કમિટનમેન્ટ આપવામાં આવ્યું છે. કોંગ્રેસની નારી શકિત વિરોધી માનસિકતાના કારણે બિલ પસાર થયું નથી- ભુપેન્દ્ર પટેલ, CM મહિલા અનામત બિલ નામંજૂર થવાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હિંદુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી મહિલાનું સન્માનની તક મળી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની મહિલા અનામત નારી શકિત વિરોધી માનસિકતાના કારણે બિલ પસાર થઈ શક્યું નથી. આ બિલ નામંજૂર થવાથી કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે. કોંગ્રેસ વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી છે. જો બિલ પસાર થાય તો મહિલાઓ સંસદમાં જોવા મળે. કોંગ્રેસે ત્રિપલ તલાક સહિત અલગ અલગ બિલનો વિરોધ કર્યો હતો. તેને વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ બિલ લાગુ કરવાનો નિર્ણય રાજકીય નહી પરંતુ રાષ્ટ્રીય છે. લોકો હવે જાણી ગયા છે. નારી શકિતના વિરોધી કોણ છે. નારી શકિત હવે જડબાતોડ જવાબ આપશે. મહિલાઓને અવગણના કરનારની તાકાત ટકી રહેશે નહીં. કોંગ્રેસે રાજનીતિ અને ફાયદો જ જોયો છે-કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે મહિલા અનામત બિલને લઈને ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, આ બિલ દેશની તમામ મહિલાઓ અને યુવાઓ માટે હતી. આ બિલના માધ્યમથી સામાન્ય વર્ગની મહિલાઓ સંસદ સુધી પહોંચી શકતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે માત્ર કાગળ પર યોજનાઓ નથી બનાવી. ઉજવવલા યોજના, લખપતિ દીદી યોજના લાવ્યા છે. અનેક રાજ્યો છે જેમાં 50 ટકા મહિલાઓ અનામત છે. કેન્દ્રીય મંત્રી રક્ષાએ વધુમાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યમાં 50 ટકા મહિલા અનામત છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ પહોચી શકતી હતી. પરંતુ કોંગ્રેસે તેને રોકી દીધી છે જેનો હિસાબ દેશની મહિલાઓ અને યુવાનો કરશે. જે રીતે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે જે ખૂબ જ દુઃખદ બાબત છે. અનેક મહિલાઓ સંસદ સુધી પહોંચવા માગે છે પરંતુ થઈ શક્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે પ્રયત્ન કરતા રહીશું કે દેશની મહિલાઓ સંસદ સુધી પહોંચી શકે. કોંગ્રેસે રાજનીતિ અને ફાયદો જ જોયો છે. આ બિલ અમે એટલે જલ્દી લાવ્યા હતા કેમ કે 2029 સુધીમાં આ લાગુ થઈ શકે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારનો વિરોધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉમેદવારો હવે દોડતું ડોર પ્રચારમાં નીકળી રહ્યા છે ત્યારે પ્રજા પોતાનો રોષ તેમની સામે ઠાલવી રહી છે. અમદાવાદમાં એક બાદ એક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રામોલ- હાથીજણ વોર્ડમાં મત માંગવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને વર્તમાન ઉમેદવાર મૌલિક પટેલ અને કાર્યકર્તાઓનો મહિલાએ વિરોધ કર્યો હતો. ‘જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ’ મહિલાએ 'રોડ પર પડેલા ખાડા અને અન્ય સમસ્યાઓને લઈને જ્યારે 10 વખત રજૂઆત કરી ત્યારે જોવા આવ્યો નહીં અને હવે મત માંગવા માટે આવ્યા છો એટલે જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ' એમ કહી વાત કરી હતી. મહિલા ઉગ્ર વિરોધ કરી રહી હતી ત્યારે કાર્યકર્તા વચ્ચે બોલતા દારૂડિયાઓને લઈને આવો છો એવું પણ બોલી હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરામાં પોસ્ટર બેનર બાદ હવે પેમ્ફલેટનો વરસાદ કરી વિરોધ વડોદરાના વોર્ડ નંબર 10માં આવેલા સ્વામિનારાયણ ટેમ્પલ પાસે આવેલી અભિષેક સોસાયટી આસપાસની અનેક સોસાયટીઓમાં સ્થાનિક કોર્પોરેટર રહી ચૂકેલા નીતિન દોંગા સામે પેમ્ફલેટ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.​ વોર્ડ 10ના ભાજપના ઉમેદવારો સામે પ્રજાનો ભારે રોષ મળ્યો મળી રહ્યો છે. મકરંદ દેસાઈ રોડ પર પેમ્ફલેટ ફેંકી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. આ વોર્ડમાંથી ​ઉમેદવારી કરી રહેલા નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળા સામે મતદારોમાં ભારે આક્રોશ હોય તે પ્રકારે ઠેર ઠેર પેમ્ફલેટ દ્વારા ફોટો પર ચોકડીની નિશાન સાથે વરસાદ કર્યો હોય તેમ રોડ રસ્તા પર પેમ્ફલેટ જોવા મળ્યા હતા. ત્યારે શહેરમાં પોસ્ટર અને બેનર બાદ હવે પેમ્ફલેટ પર ઉમેદવારના ફોટો પર ચોકડી મારી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતાનું કમબેક, રાજસ્થાનની 5 વિકેટ પાડી દીધી:જુરેલ, જયસ્વાલ, ફરેરા અને પરાગ પણ પેવેલિયન ભેગા થયા, વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી
    Next Article
    સુરેન્દ્રનગરમાં મહિલા સંમેલન, અનામત બિલ મુદ્દે વિપક્ષ પર પ્રહાર:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના પ્રચાર અભિયાન અંતર્ગત યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment