Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ક્રાઈમબ્રાન્ચે કશું ખવડાવતા બેભાન થઈ, હોશમાં આવતા કપડા અસ્તવ્યસ્ત હતા':BF સાથે રહેવા દાગીના ચોરનાર સેલ્સગર્લ HC પહોંચી, સરકારી વકીલે કહ્યું 'આ પાછળથી ઘડાયેલી વાર્તા'

    1 week ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં 1.66 કરોડના ઘરેણા ચોરીના કેસમાં આરોપી મહિલા સેલ્સગર્લ દ્વારા અમદાવાદ ક્રાઈમબ્રાંચ ઉપર ગંભીર આક્ષેપ કરતા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેને આક્ષેપ કર્યો છે કે, તેને ક્રાઇમબ્રાન્ચે માણેકચોકથી નહીં, પરંતુ દિલ્હીની હોટલમાંથી ઝડપી છે. ત્યારે ક્રાઇમબ્રાંચ પાસે કોઈ મહિલા પોલીસ નહોતી. તેનો સોનાનો દોરો અને કેટલીક રોકડ પણ પોલીસે લઈ લીધી હતી. 'પોલીસે કંઈક ખવડાતા બેભાન થઈ હતી' તેને કાળી સ્કોર્પિયોમાં દિલ્હીથી લઈ જવાઈ હતી. જ્યાં દિલ્હી-જયપુર હાઈવે ઉપર ક્રાઈમબ્રાંચે તેને કંઈક ખવડાવ્યું હતું. ત્યારે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે હોંશમાં આવી ત્યારે તેના કપડા અસ્તવ્યસ્ત હતા. ત્યાંથી તેને અમદાવાદ DCB ઓફિસે લઈ જવામાં આવી હતી. તેને મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપરોક્ત બાબતે ફરિયાદ કરતી અરજી કરી હતી, પરંતુ આ અરજી નકારી નાખવામાં આવી છે. 22 મેએ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી:સરકારી વકીલ સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, તેને સૌ પ્રથમ રીમાન્ડ માટે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરી ત્યારે તેને કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ કરી નહોતી. રીમાન્ડ પૂર્ણ થતા 22 મેના રોજ પણ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. ત્યારે પણ તેને કોઈ ફરિયાદ કરી નહોતી. 'ક્રાઇમબ્રાંચ સામે આક્ષેપો પાછળથી ઘડી નખાયેલી એક વાર્તા' અરજદારના વકીલે જણાવ્યું હતું કે, 22 તારીખે જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તપાસ અધિકારીને નોટિસ પણ પાઠવી હતી. અરજદારે 22 તારીખે જ વકીલને રોક્યા હતા. જો કે સરકારી વકીલે કહ્યું હતું કે, અરજદારના ક્રાઇમબ્રાંચ ઉપરના આક્ષેપો આ પાછળથી ઘડી નખાયેલી એક વાર્તા છે. પહેલી વખત પ્રોડક્શનમાં આરોપીએ કશું કહ્યું નહીં અને હવે આવા આક્ષેપો ઉપર ધ્યાન અપાશે તો બધા આરોપીઓ આવા આક્ષેપ કરશે. તેઓએ પ્રોડક્શન વખતે કેમ ન કહ્યું કે તેની ધરપકડ માણેકચોકથી કરાઈ નથી. દિલ્હીની હોટલના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા અરજદારની માગ કોર્ટે પૂછ્યું હતું કે, જો આરોપી મહિલાને 16 મેના રોજ પકડવામાં આવી તો 19 મેના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ કેમ રજૂ કરી? જો કે સરકારી વકીલે જણાવ્યું હતું કે 18 મેના રોજ તેને પકડવામાં આવી છે, કાગળમાં તારીખ નોંધવામાં ભૂલ છે. અરજદારે હાઈકોર્ટ સમક્ષ દિલ્હીની હોટલના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા પણ માંગ કરી હતી. જો કે કોર્ટે તપાસ અધિકારીનો રિપોર્ટ માંગીને આ મુદ્દે 25 જૂને વધુ કાર્યવાહી રાખી છે. મૂળ આ કેસમાં અમદાવાદના નિકોલ પોલીસ મથકે કૃષ્ણનગરના રહેવાસી એક સોનીએ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ નિકોલના એક મોલમાં આભૂષણ નામે સોના ચાંદીનો શોરૂમ ધરાવે છે. જેમાં 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની મહિલાએ તેમના ત્યાંથી 1.66 કરોડની કિંમતના 1.2 કિલો સોનાના દાગીના ચોરી ગઈ હતી. આરોપી યુવતી સોનાના દાગીના ચોરીને પોતાના પુરુષ મિત્ર મયુર માળી સાથે ભાગી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ પહેલા દાસ્તાન સર્કલથી બુલેટ ઉપર ગાંધીનગર ગયા હતા. ત્યાં એક ઘરેણું વેચીને પૈસા લઈને બુલેટ ઉપર ઉદેપુર ગયા હતા. ત્યાં એક હોટલમાં રોકાયા હતા, બાદમાં ત્યાંથી બસમાં દિલ્હી ગયા હતા. જ્યાં પણ એક હોટલમાં રોકાયા હતા. તેઓને પૈસાની જરૂર પડતા અમુક દાગીના વેચી માર્યા હતા. જો કે આરોપી મહિલાને પુરુષ મિત્રે જ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલા આરોપી પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેકચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઈમ બ્રાન્ચ તેને આશરે 22 લાખના ઘરેણા સાથે ઝડપી પાડી હતી. બાદમાં સહ આરોપી મયુર માળીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ટ્રસ્ટના નવા હોદ્દેદારોની વરણી:પાટણમાં 5 વર્ષની ટર્મ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂક
    Next Article
    પારડીમાં પૂરઝડપે આવતી કારે મહિલાને ટક્કર મારી:માથામાં ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, અકસ્માત સર્જી ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment