Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીજી રોડ પરની બેકરીની નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ:BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી, ગાંધીનગરના યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ

    10 hours ago

    શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા ગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા નવરંગપુરા વિસ્તારમાં આવેલા સીજી રોડ પરની BEEKEY BEKARS નામની બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા હતા. તમામ ચીજ વસ્તુઓ ઘરે લાવ્યા બાદ તેમાં નાનખટાઈ છૂટક હતી, જેને પેકિંગ કરી બેકરી તરફથી આપવામાં આવી હતી. પેકેટ ખોલતા જ નાનખટાઈમાં જીવાત નીકળી જ્યારે ઘરે લાવી અમે પેકેટ ખોલીને જોયું ત્યારે નાનખટાઈમાં જીવાત નીકળી હતી. કેટલીક જીવિત અને કેટલીક મૃત હાલતમાં જીવાતો નીકળી હતી. જેથી તેનો ફોટો અને વીડિયો લીધો હતો. ખરીદવામાં આવેલી ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળી હતી, જેને પગલે પગલે બીજા દિવસે તેને ફેંકી દીધી હતી. મિત્રએ નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાનખટાઈમાંથી જીવાત નીકળી હતી. જે તેમની નાની દીકરીએ જોઈ હતી અને થોડી ખાઈ પણ લીધી હતી. જ્યારે તેમના મિત્રએ પણ આજ નાનખટાઈ ખરીદી હતી. તે ત્રણ નાનખટાઈ ખાઈ ગયો હતો. જેના કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે તેમણે તમામ નાનખટાઈ ફેંકી દીધી હતી. અમે ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની હેલ્પલાઈનમાં જે ઇમેલ આઇડી આવેલું છે તેમાં ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખજોદ ડમ્પિંગ સાઈટઃ 24 કલાક બાદ પણ આગ બેકાબૂ:1 કિમીના કચરાનાં પહાડમાં લાગેલી આગે દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું, સુરત ફાયર વિભાગનાં પ્રયાસો હજી સુધી નિરર્થક
    Next Article
    સુરત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ:1989ની બદલે ખોટું આધારકાર્ડ રજૂ કરીને 1991 દર્શાવ્યાનો અનામી પત્ર, બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment