Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં સૌથી વધુ ખેડા અને માતરમાં 1-1 ઇંચ વરસાદ:રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો, અમદાવાદ સૌથી ગરમ; આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

    18 hours ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડા અને માતરમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો. ગઈકાલે સાંજના અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, થલતેજ, વાડજ, ઈન્કમટેક્સ, અખબારનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ, મોટા ભાગના શહેરોના તાપમાનમાં 1°Cથી 2.5°C સુધીનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ ફરી એકવાર સૌથી ગરમ શહેર રહ્યું. આજે સવારના 6થી 8 વાગ્યામાં નવસારી, વલસાડ, કચ્છ, જૂનાગઢ સહિતના જિલ્લાના છુટાછવાયા સ્થળોએ 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના છુટાછવાયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે (17 ઓગસ્ટ) દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. અમદાવાદના તાપમાનમાં 1.8°Cનો વધારો 5 ઓગસ્ટના ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. 14 ઓગસ્ટે 28.6°C સાથે સૌથી ઓછું તાપમાન ધરાવતા સુરતમાં 15 ઓગસ્ટે 2.1°Cનો ઉછાળો આવીને તાપમાન 30.7°C થયું હતું, જ્યારે દમણમાં સૌથી વધુ 2°Cનો વધારો (29.6°Cથી વધીને 31.6°C) નોંધાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 2.5°C (31°Cથી વધીને 33.5°C), અમદાવાદમાં 1.8°C (31.9°Cથી વધીને 33.7°C), રાજકોટમાં 1.5°C (31.3°Cથી વધીને 32.8°C) અને ભાવનગરમાં 1.4°C (31.8°Cથી વધીને 33.2°C)નો મોટો વધારો જોવા મળ્યો હતો. દ્વારકા રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર 14 ઓગસ્ટે 32.6°C સાથે પોરબંદર રાજ્યનું સૌથી ગરમ શહેર હતું, જ્યારે 15 ઓગસ્ટે 33.7°C તાપમાન સાથે અમદાવાદ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર બન્યું. બીજી તરફ, વડોદરામાં તાપમાન 30.8°C પર બિલકુલ સ્થિર રહ્યું હતું, જ્યારે ડીસામાં 0.4°C (30.7°Cથી ઘટીને 30.3°C)નો ઘટાડો નોંધાયો હતો. ઓવરઓલ રીતે 15 ઓગસ્ટે 30.2°C તાપમાન સાથે દ્વારકા રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું અને મોટાભાગના શહેરોમાં 1°Cથી 2.5°C સુધીનો તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. ડેમો અને જળાશયોની સ્થિતિ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 87.40% (2,91,970 mcft) જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને તેમાં 39,163 ક્યુસેક પાણીની આવક સામે 9,611 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના 65.53% (3,65,566 mcft) પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યના 26 ડેમ 100% ભરાઈને સંપૂર્ણ ઓવરફ્લો થયા છે, જ્યારે પાણીની આવક વધતાં 41 ડેમ 'હાઈ એલર્ટ', 04 ડેમ 'એલર્ટ' અને 12 ડેમ 'વોર્નિંગ' સિગ્નલ હેઠળ મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં 6 હવામાન સિસ્ટમ સક્રિય છે, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    મમતાના ખાસ અને પૂર્વ ડેપ્યુટી-સ્પીકરનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો:TMC ઓફિસમાંથી સુસાઈડ નોટ મળી; 5 વખત ધારાસભ્ય રહ્યા, 2026માં હાર્યા
    Next Article
    મોરબીમાં દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત:વારંવાર ગુના આચરનારને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment