Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ગુરુકુળ B.Ed. કોલેજમાં વિદાય સમારોહ યોજાયો:સેમ-4ના તાલીમાર્થીઓને શિક્ષક બનવા શુભેચ્છાઓ અપાઈ

    9 hours ago

    બોટાદ: શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજ-ગુરુકુળ ખાતે સેમ-4ના તાલીમાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુળના ટ્રસ્ટી શાસ્ત્રી શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજી, કેમ્પસ ડાયરેક્ટર મુકેશભાઈ કાનેટિયા, પૂજ્ય શાસ્ત્રી કુંજવિહારી સ્વામીજી, હાઈસ્કૂલના આચાર્ય મહેતા સાહેબ, સ્માર્ટ વિભાગના સંચાલક રવિરાજસર અને પ્રાથમિક વિભાગના આચાર્ય મેણીયા સાહેબ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને તાલીમાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજીએ તાલીમાર્થીઓને સમાજ અને દેશને ઉપયોગી શિક્ષક બનવા માટે પ્રેરણા આપી હતી. કેમ્પસ ડાયરેક્ટર મુકેશભાઈએ પણ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના પ્રથમ સેશનમાં દરેક તાલીમાર્થીને સ્મૃતિરૂપ ભેટ આપવામાં આવી હતી. આ સેશનના અંતે સૌએ સમૂહ ભોજન લીધું હતું. કાર્યક્રમના બીજા સેશનમાં તાલીમાર્થીઓએ બે વર્ષના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. સેમ-2ના તાલીમાર્થીઓ દ્વારા સુંદર ડાન્સ, હાસ્યસભર નાટક અને મિમિક્રી જેવી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા છેલ્લા બે વર્ષની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની ઝલક સૌએ સાથે મળીને નિહાળી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ-2ના તાલીમાર્થીઓ દર્શિતાબેન અને ક્રિષ્નાબેન દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર ડેકોરેશન પણ સેમ-2ના તમામ તાલીમાર્થીઓએ કર્યું હતું. બી.એડ્. કોલેજના આચાર્ય અશ્વિનભાઈ મેઘાણી સાહેબ અને સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શેલામાં સ્કાય લાઈન ફ્લેટના સી બ્લોકમાં આગ:અમદાવાદ ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે, 15 માળ સુધી ધુમાડો જ ધુમાડો
    Next Article
    Did Real Madrid Doctors Treat Kylian Mbappe On Wrong Knee? France Star Reveals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment