Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિન્દ્રા BE 6નું 'બેટમેન એડિશન' રિલોન્ચ:ઇલેક્ટ્રિક SUVમાં ગોલ્ડન ફિનિશ સાથે ડાર્ક નાઇટ થીમ, ફુલ ચાર્જ પર અમદાવાદથી જયપુર પહોંચી જશો

    3 days ago

    મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV 'BE 6'નું સ્પેશિયલ 'બેટમેન એડિશન' ભારતમાં ફરી એકવાર લોન્ચ કર્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 28.49 લાખ રૂપિયા છે, જે જૂના મોડલ કરતાં 70,000 રૂપિયા વધુ છે. જ્યારે, ચાર્જર માટે અલગથી ₹50,000 થી ₹75,000 ચૂકવવા પડશે. સ્પેશિયલ એડિશનની માંગને ધ્યાનમાં રાખીને મહિન્દ્રાએ તેને રિલૉન્ચ કર્યું છે. 'મહિન્દ્રા BE 6 બેટમેન એડિશન'નું બુકિંગ આજે, 10 માર્ચ 2026ના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. આ વખતે 24 કલાકમાં જેટલી બુકિંગ મળશે, કંપની તેટલી જ કાર બનાવશે અને 20 એપ્રિલ 2026થી ડિલિવરી શરૂ કરશે. કંપનીએ છેલ્લી વખતે માત્ર 300 યુનિટ જ વેચ્યા હતા. મહિન્દ્રાએ 'BE 6'ના આ સ્પેશિયલ એડિશન માટે DC કોમિક્સ સાથે ભાગીદારી કરી છે. કાર ફુલ ચાર્જ પર 682kmની રેન્જ સાથે આવે છે. આ ગાડી ભારતમાં 'ટાટા કર્વ EV', 'હ્યુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિક' અને 'MG ZS EV'ને ટક્કર આપે છે. એક્સટીરિયર: સેટિન બ્લેક કલર અને ગોલ્ડન ફિનિશ આ સ્પેશિયલ એડિશન 'BE 6' ના ટોપ 'પેક થ્રી' વેરિઅન્ટ પર આધારિત છે, પરંતુ તેમાં 'ડાર્ક નાઈટ' મૂવીથી પ્રેરિત ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આખી કાર સેટિન બ્લેક પેઇન્ટમાં આવે છે. ફ્રન્ટ ફેન્ડર, વ્હીલ કેપ અને રિયર બમ્પર પર બેટમેનનો લોગો આપવામાં આવ્યો છે. કારના સસ્પેન્શન અને બ્રેક કેલિપર્સને ગોલ્ડન ફિનિશ આપવામાં આવી છે. તેમાં મોટા 20-ઇંચના એલોય વ્હીલ્સ મળે છે. તેના પેનોરેમિક ગ્લાસ રૂફમાં લાલ કલરની બેટમેન થીમવાળી લાઇટિંગ છે. સાથે જ, પડલ લેમ્પ્સ જમીન પર બેટમેનનો લોગો પ્રોજેક્ટ કરે છે. ઇન્ટિરિયર: ઓલ-બ્લેક ડેશબોર્ડ અને યુનિક નંબરવાળી નેમપ્લેટ અંદર તમને પ્રીમિયમ 'બેટમેન' કારનો અનુભવ મળે છે. કેબિનને સંપૂર્ણપણે બ્લેક રાખવામાં આવ્યું છે, જેમાં ડેશબોર્ડ અને સેન્ટર કન્સોલ પર ગોલ્ડન ટ્રિમ્સનો ઉપયોગ થયો છે. સીટ્સ પર બ્લેક સ્વેડ લેધર ફિનિશ સાથે ગોલ્ડન સ્ટિચિંગ અને બેટમેન લોગો આપવામાં આવ્યો છે. સેન્ટર કન્સોલ પર એક ગોલ્ડન પ્લેટ લાગેલી છે, જેના પર દરેક કારનો એક યુનિક પ્રોડક્શન નંબર લખેલો હશે. સ્ટિયરિંગ વ્હીલ પર લાગેલા બૂસ્ટ મોડ બટન પર પણ બેટમેનનો લોગો હાજર છે. ફીચર્સ: ડ્યુઅલ સ્ક્રીન અને 16-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પેક થ્રી વેરિઅન્ટ પર આધારિત હોવાને કારણે તેમાં ફીચર્સની કોઈ કમી નથી. કારમાં 12.3-ઇંચની બે મોટી સ્ક્રીન (ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર) આપવામાં આવી છે. ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત હેડ-અપ ડિસ્પ્લે (HUD) અને 360-ડિગ્રી કેમેરા મળે છે. વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને 16-સ્પીકરવાળી હરમન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. સેફ્ટી ફીચર્સ: લેવલ-2 ADAS અને 7 એરબેગ્સ સુરક્ષાની દૃષ્ટિએ મહિન્દ્રાએ તેને લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) થી સજ્જ કર્યું છે. તેમાં 7 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને સેફ્ટીના ઘણા એડવાન્સ ફીચર્સ મળે છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પેટનો દુખાવો સામાન્ય નથી!:‘સાયલન્ટ ગૉલસ્ટોન’નું જોખમ, 8 સંકેતોને અવગણશો નહીં; ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો બચાવના ઉપાયો
    Next Article
    આવતીકાલથી બદલશે ગુરુની ચાલ:2 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે, કન્યા-ધનના જાતકોનો રાજયોગ શરૂ; જાણો ગ્રહનું ગોચર તમારા માટે કેટલું શુભ

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment