Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે':સુરતમાં B.Comની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત, વોટ્સએપ પર બ્લેકમેલિંગ અને ધમકી મળ્યાનો પરિવારનો આક્ષેપ

    20 hours ago

    સુરતના પાલ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં રહેતી અને એસ.ડી. જૈન કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી કાજલ યાદવે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાનના ઓપરેશનના ડરથી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ પરિવારજનોએ વોટ્સએપ પર બ્લેકમેલિંગ અને ધમકી મળતી હોવાનો ગંભીર આક્ષેપ કરતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. વતનમાં રહેતી માતાનો ફોન આવતા ઘટના પ્રકાશમાં આવી મૂળ ઝારખંડના ગીરડીહ જિલ્લાના કપીલો ગામની વતની કાજલ રામલખન યાદવ (ઉં.વ. 20) હાલ પાલ સ્થિત બાગબાન સર્કલ પાસે આવેલ સુમન મુદ્રા એસએમસી આવાસમાં પોતાના કાકા સાથે રહેતી હતી. તે વેસુ રોડ પર આવેલી એસ.ડી. જૈન કોલેજમાં બી.કોમ. બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત રાત્રે વતનમાં રહેતી કાજલની માતાનો ફોન તેના ભત્રીજા દિવાકર પર આવ્યો હતો. દિવાકર કાજલને ફોન આપવા માટે તેના રૂમમાં ગયો ત્યારે કાજલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પરિવારે તાત્કાલિક 108ને જાણ કરી હતી, પરંતુ ઈએમટીએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસની પ્રાથમિક આશંકા, કાનના ઓપરેશનનો ડર ઘટના અંગે પાલ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કાજલને કાનમાં તકલીફ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં બતાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેના કાનના પડદાનું ઓપરેશન કરવાનું કહ્યું હતું. તેથી ઓપરેશનના ડર અને માનસિક તણાવમાં આવીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે યુવતીનો મોબાઈલ ફોન કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વોટ્સએપ ચેટમાં બ્લેકમેલિંગ અને ધમકીનો કાકાનો ખુલાસો બીજી તરફ મૃતક કાજલના કાકા મહાવીર યાદવે આત્મહત્યા પાછળ સાયબર બ્લેકમેલિંગ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેમના પુત્ર દિવાકરના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી કેટલાક સ્ક્રીનશોટ આવ્યા હતા. અજાણ્યા શખ્સે કાજલનો નંબર અને ફેક આઈડી બનાવી તેના પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હતી. વિનંતી કરવા છતાં ધમકી આપનારે કહ્યું હતું કે, મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે, હું તેને ભણવા પણ નહીં દઉં. કાજલ પછી તેના ભાઈનો નંબર લીક કરી નાખીશ. મોબાઈલ જપ્ત, સાયબર એંગલથી વધુ તપાસ શરૂ પાલ પોલીસે યુવતીનો મોબાઈલ ફોન કબ્જે લીધો છે અને પરિવારના આક્ષેપો બાદ વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટના આધારે સાયબર સેલની મદદથી તપાસ લંબાવી છે. પોલીસે જણાવ્યું છે કે પરિવારના વિગતવાર નિવેદન નોંધવામાં આવશે અને ફોરેન્સિક તપાસ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ સમાચાર પણ વાંચો નર્સિંગની વિદ્યાર્થિની અને મજૂરીકામ કરતા યુવકની પ્રેમકહાનીનો કરુણ અંત નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની અને મજૂરી કામ કરતા યુવકની પ્રેમકહાનીનો અમદાવાદમાં કરુણ અંત આવ્યો હતો. બંનેની જ્ઞાતિ અલગ અલગ હોય સમાજ તેઓને એક થવા નહીં દે તેવા ડરના કારણે યુવક અને યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. અમદાવાદના ચાંદખેડાની હોટલમાં જ્યારે યુવક-યુવતી પ્રવેશ્યા ત્યારે બંને સામાન્ય દેખાતા હતા. હોટલમાં પ્રવેશ સમયના સીસીટીવી પણ સામે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર સુરતમાં આત્મહત્યા કરનારી પરિણીતાને મોત પછી પણ પ્રેમલગ્નની સજા પ્રેમ લગ્નની કિંમત આટલી આકરી અને આટલી દર્દનાક હોઈ શકે? સંબંધોની વેદી પર એક 22 વર્ષની યુવતીએ દમ તોડી દીધો, પણ અફસોસ કે તેના મોતના ત્રણ દિવસ પછી પણ તેની લાશને અગ્નિદાહ આપવા માટે કોઈ એક ખભો ન મળ્યો. સુરતમાં વરાછા ખાતે આવેલા ઉમીયા ધામના અતિથિ ગૃહમાં બે વર્ષની માસૂમ પુત્રીની નજર સામે જ ભાવનગરની રીના બારૈયાએ ઝેર પીને જીવન ટુંકાવી લીધું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    20 હજારના કર્મચારીએ ડુપ્લિકેટ પેઢી બનાવી 1.80 કરોડ ચાઉં કર્યા:નકલી પેઢી બનાવી ફ્રોડના પૈસાથી આલિશાન ઘર, નવસારીમાં જમીન, કાર અને પત્ની-માતા માટે સોનું ખરીદ્યું
    Next Article
    Injured Tigress Found In Pilibhit Tiger Reserve Dies During Treatment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment