Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCG ચૂંટણીની મતગણતરી શરૂ:ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે 10 દિવસ મત ગણતરી ચાલે તેવી શક્યતા, પહેલા હોદ્દેદારોનું પરિણામ આવશે

    1 day ago

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં આજથી મત ગણતરી શરૂ થઈ છે. ઇલેક્શનના દિવસે રાત્રે હોબાળા બાદ મતગણતરી ગઈકાલે શરૂ થઈ શકી નહોતી. જો કે ચૂંટણી અધિકારીની ફરિયાદ ઉપર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા 14 વકીલોને શૉ કોઝ નોટિસ કાઢી છે. 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. જેની મત ગણતરી આજથી શરૂ થઈ છે. CCTV અંતર્ગત બેલેટ બોક્સ ઓપન કરાઈ રહ્યા છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ શાંતિપૂર્વક મતગણતરીની આશા વ્યક્ત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગ ચૂંટણીના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા અટલ કલામ મતદાન સેન્ટર ખાતે વકીલોએ હોબાળો બચાવ્યો હતો. જે સંદર્ભે ચીફ રિટર્નિંગ ઓફિસર સહિત જોઈન્ટિંગ રીટર્નિંગ ઓફિસરોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. તો ઉમેદવાર વકીલોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'સૂર્યાએ હનુમાનજીને કહ્યું'તું ટ્રોફી લઈને આવીશું':દાદાના આશીર્વાદથી જીતી ફરી દર્શન કર્યાં, સ્ટેડિયમે સ્કેચ સાથે રાહ જોઇ પણ ન મળ્યા ને મંદિરે પરી સાથે 'ચમત્કાર' થયો
    Next Article
    કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરાઈ:શાસકોને અહંકાર છે કે તેઓ જ આવશે, પણ જનતા કંટાળી છે તેમજ 30 વર્ષના શાસન અને જનતાની અવગણનાનો અંત આવશે - કોંગ્રેસ પ્રભારી હરિભાઈ ભરવાડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment