Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું BCCIનો આ નવો નિર્ણય ભારતને વર્લ્ડ કપ જીતાડશે?:કિવીઝ સામેની ODIમાંથી જાડેજા-જયસ્વાલનું પત્તું કપાયું; શું 2027 વર્લ્ડ કપના પ્લાનમાંથી આ ખેલાડીઓ સાઈડલાઈન?

    20 hours ago

    ન્યૂઝીલેન્ડ સામેની આગામી વન-ડે સિરીઝ માટે BCCIએ જાહેર કરેલી બે અલગ-અલગ સ્કવોડે ભારતીય ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ ટીમમાંથી અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓની બાદબાકીએ ભવિષ્યની રણનીતિ અંગે મોટા સવાલો ઊભા કર્યા છે, જ્યાં ફોર્મ અને વર્કલોડ મેનેજમેન્ટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વર્કલોડ મેનેજમેન્ટ અને આગામી ટેસ્ટ સિરીઝની તૈયારીઓને લીધે જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે, તો બીજી તરફ ઈશાન કિશનનું કમબેક અને કુમાર કુશાગ્ર જેવા યુવા ચેહરાઓનો સમાવેશ સ્પષ્ટ સંકેત આપે છે કે ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપના મુખ્ય દાવેદારોની સાથે સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તૈયાર કરવા પર પૂરતું ધ્યાન આપી રહી છે. જડ્ડુ વેસ્ટ ઇન્ડીઝ સામે ODIની 'ટેસ્ટ'માં ફેલ સૌથી ચોંકાવનારો નિર્ણય રવીન્દ્ર જાડેજાને શરૂઆતની ત્રણ વન-ડેના સ્કવોડમાં સ્થાન ન આપવાનો છે. અનુભવી ઓલરાઉન્ડર છેલ્લા કેટલાક મહિનાઓથી ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેની જગ્યાએ લેફ્ટ આર્મ સ્પિનર અને બેટર એવા ઓલરાઉન્ડર અક્ષર પટેલને તક મળી છે. અક્ષરે છેલ્લી વન-ડે જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી. હવે તેની પાસે ટીમમાં પોતાની દાવેદારી મજબૂત કરવાની તક હશે. રવીન્દ્ર જાડેજાની પસંદગી વેસ્ટ ઇન્ડીઝ સામેની 3 મેચની સિરીઝ માટે થઈ હતી. આ વર્લ્ડ કપ 2027 માટે જડ્ડુની ટેસ્ટ માનવામાં આવતી હતી. જોકે આ ભારતીય ઓલરાઉન્ડર આ ટેસ્ટમાં નિષ્ફળ ગયો, જે કારણસર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર તેને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આની સાથે જ વર્લ્ડ કપ 2027માંથી પણ તેનું પત્તું કપાઈ ગયું છે. જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં 2 મેચમાં 20 ઓવર બોલિંગ કરીને માત્ર 2 જ વિકેટ ઝડપી હતી, જ્યારે બેટથી તેને કમાલ બતાવવાની તક મળી નહોતી. જયસ્વાલને રોહિતનો બેકઅપ માનવામાં આવે છે, તો તક કેમ ન મળી? યશસ્વી જયસ્વાલ પણ ન્યૂઝીલેન્ડ સામેની બંને સ્કવોડમાંથી બહાર છે. BCCIએ તેના સિલેક્ટ ન થવાનું કારણ જણાવ્યું નથી. શુભમન ગિલ શરૂઆતની બે વન-ડે પછી ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ટીમ છોડી દેશે. આવી સ્થિતિમાં યશસ્વી પાસે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક હોઈ શકે તેમ હતી, પરંતુ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જયસ્વાલને રોહિત શર્માના બેકઅપ ઓપનર માનવામાં આવી રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તે વન-ડે સ્કવોડનો ભાગ હતા, પણ તેને સિરીઝમાં રમવાની તક ન મળી. તેણે જૂનમાં અફઘાનિસ્તાન સામેની ODIમાં સદી પણ ફટકારી હતી. પરંતુ હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર તેને વન-ડે ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો છે. શું ઈશાન કિશન બની શકે છે રોહિત શર્માના બેકઅપ ઓપનર? BCCIએ જાહેર કરેલી સ્કવોડથી તો એ જ સંકેતો મળે છે. તેની પસંદગી તમામ 5 વન-ડે મેચ માટે થઈ છે. વળી, છેલ્લી બે મેચ માટે તેને ટીમનો વાઇસ-કેપ્ટન પણ બનાવ્યો છે. ઈશાન કેએલ રાહુલનો બેકઅપ વિકેટકીપર અને રોહિત શર્માનો બેકઅપ ઓપનર બની શકે છે. વિકેટકીપર ધ્રુવ જુરેલને પણ સ્કવોડથી બહાર રાખ્યો છે. તેની જગ્યાએ ઈશાન કિશનનું કમબેક થયું છે. જુરેલને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણેય વન-ડેમાં રમવાની તક મળી નહોતી. ઈશાન ઉપરાંત શ્રેયસ અય્યર અને અર્શદીપ સિંહ પણ 2026 એશિયન ગેમ્સના કારણે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝથી બહાર રહ્યા બાદ ટીમમાં પરત ફર્યા છે. બુમરાહનો વર્કલોડ મેનેજ કર્યો, માત્ર ટેસ્ટમાં સ્થાન; તિલકનું પણ કમબેક છેલ્લી બે વન-ડે માટે તિલક વર્મા, આકિબ નબી, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુરને વન-ડે ટીમમાં પસંદ કર્યા છે. કુમાર કુશાગ્રને પહેલીવાર વન-ડે ટીમ માટે પસંદ કર્યો છે. આવી સ્થિતિમાં શું આ ખેલાડીઓ ભારતના વર્લ્ડ કપ 2027 પ્લાનનો ભાગ હોઈ શકે છે? આકિબ નબી અને યશ ઠાકુરને પેસ બોલિંગ અટેકના બેકઅપ માટે તૈયાર કરવામાં આવી શકે છે. જ્યારે તિલક વર્મા શ્રેયસ અય્યરનો બેકઅપ બની શકે છે. જસપ્રીત બુમરાહને તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને કોઈપણ વન-ડે ટીમમાં સ્થાન આપ્યું નથી. રિપોર્ટ્સ છે કે BCCIએ બુમરાહને લઈને ખાસ પ્લાન તૈયાર કર્યો છે. આવતા વર્ષની શરૂઆત સુધી તે માત્ર રેડ બોલ ક્રિકેટ પર જ ફોકસ કરશે. ભારતને આવતા વર્ષના જાન્યુઆરીના અંતથી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેમાં બુમરાહની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આ પછી જ તે વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશે. શરૂઆતની ત્રણ મેચ પછી થશે મોટા ફેરફારો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમમાં ફેરફારનું કારણ ટેસ્ટ સિરીઝની તૈયારી પણ છે. બે મેચની ટેસ્ટ સિરીઝ વન-ડે મુકાબલા પૂરા થયાના માંડ ચાર દિવસ પછી શરૂ થશે. આ જ કારણે ટેસ્ટ ટીમના નિયમિત ખેલાડીઓને તૈયારીનો સમય આપવા માટે બે અલગ-અલગ સ્કવોડ બનાવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવાહાટીમાં પહેલી વન-ડેમાં રમનારા ઝડપી બોલર આકિબ નબીને શરૂઆતની ત્રણ મેચના સ્કવોડથી બહાર કર્યો છે. તેણે તે મુકાબલામાં 84 રન આપ્યા હતા અને કોઈ વિકેટ લીધી નહોતી. તેની જગ્યાએ અંશુલ કંબોજને તક મળી છે. છેલ્લી બે વન-ડે માટે આખું ઊંધું થશે. કંબોજ ટેસ્ટની તૈયારી માટે ટીમ છોડશે અને આકિબ પરત ફરશે. શરૂઆતની ત્રણ વન-ડે પછી શુભમન ગિલ, કેએલ રાહુલ, અંશુલ કંબોજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ટીમમાંથી બહાર થઈ જશે. ચોથી અને પાંચમી વન-ડે માટે તિલક વર્મા, આકિબ નબી, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુર ટીમ સાથે જોડાશે. કુમાર કુશાગ્ર અને યશ ઠાકુર વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે ટીમની સ્ક્વોડ છેલ્લે ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ગ્રાફિક્સમાં જુઓ… ------------------- ક્રિકેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો… શું ન્યૂઝીલેન્ડ સામે પણ વૈભવ ખાલી પાણી જ પીવડાવશે?: ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ્સ નારાજ; કેપ્ટન શ્રેયસે સૂર્યવંશીને રમાડવા પર અંતે ચુપ્પી તોડી વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મેચની રોમાંચક T20 સિરીઝ 2-2ની બરાબરી પર સમાપ્ત થયા બાદ હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થશે. ભારતને 22 ઓક્ટોબરથી ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝ રમવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમિયાન ભારતીય ટીમની બોલિંગ સામાન્ય નજરે પડી હતી. બીજી તરફ પાંચ મેચની આ સિરીઝમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી. હવે સવાલ એ છે કે શું વૈભવને ન્યૂઝીલેન્ડ સામે પ્લેઇંગ-11માં તક મળશે? સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Oppo F35 Pro 5G Review: An 8,000mAh Battery and a Lot to Like
    Next Article
    આજે અધર્મ પર ધર્મના વિજયનો પર્વ:માત્ર એક શ્લોકમાં સમાયેલી છે આખી રામકથા, દશેરાએ જાણો રાવણના જન્મથી મૃત્યુ સુધીની કથા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment