Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCCIએ ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ મેચની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર બહાર પાડ્યું:IDFC ફર્સ્ટ બેંકનો કરાર ઑગસ્ટમાં સમાપ્ત થશે, એસોસિયેટ પાર્ટનર માટે પણ બિડ મંગાવવામાં આવી

    2 days ago

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ અને ભારતમાં રમાનારી ઈન્ટરનેશનલ મેચના ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. વર્તમાન સ્પોન્સર IDFC ફર્સ્ટ બેંકનો ત્રણ વર્ષનો કરાર ઑગસ્ટ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે. બોર્ડે એસોસિયેટ પાર્ટનર રાઇટ્સ માટે પણ અરજીઓ મંગાવી છે. IDFC પહેલા માસ્ટરકાર્ડ ટાઇટલ સ્પોન્સર હતું IDFC પહેલા ટાઇટલ સ્પોન્સરનો અધિકાર માસ્ટરકાર્ડ પાસે હતો. ત્યારબાદ Paytm પાસે હતો. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મેચ સામેલ પસંદ કરાયેલી કંપનીને ભારતમાં યોજાનારી મેન્સ અને વુમન્સ ટીમની ટેસ્ટ, વન-ડે અને T20 ઈન્ટરનેશનલ મેચની સાથે રણજી ટ્રોફી, દલીપ ટ્રોફી, ઈરાની કપ અને જુનિયર ડોમેસ્ટિક ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સરશિપ અધિકારો મળશે. 4 ઑગસ્ટ સુધી દસ્તાવેજો, 13 ઓગસ્ટ સુધી બિડ ટેન્ડર પેપર ખરીદવા માટે 1 લાખ રૂપિયા (GST અલગ)ની નોન-રિફંડેબલ ફી નક્કી કરવામાં આવી છે. ટેન્ડર પેપર ખરીદવાની અંતિમ તારીખ 4 ઓગસ્ટ અને બિડ જમા કરવાની છેલ્લી તારીખ 13 ઑગસ્ટ છે. 2023માં IDFC ફર્સ્ટ બેંક સાથે થઈ હતી ડીલ IDFC ફર્સ્ટ બેંકે સપ્ટેમ્બર 2023માં BCCI સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો, જેની અવધિ ઑગસ્ટ 2026માં પૂરી થશે. આ પછી બોર્ડ નવા ટાઇટલ સ્પોન્સરની પસંદગી કરશે. એસોસિયેટ પાર્ટનર માટે પણ અરજી BCCI એ એસોસિયેટ પાર્ટનર રાઈટ્સ માટે પણ બોલી મંગાવી છે. ટેન્ડર પેપર 14 ઑગસ્ટ સુધી ખરીદી શકાશે, 16 ઑગસ્ટ સુધી સ્પષ્ટતા માંગી શકાશે અને 25 ઑગસ્ટ સુધી ક્વોટેશન જમા કરાવી શકાશે. માત્ર ફી જમા કરવાથી પાત્રતા નહીં BCCI એ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ટેન્ડરની ફી જમા કરવાથી કોઈ કંપની ટેન્ડર પ્રક્રિયામાં સામેલ થઈ શકશે નહીં. બોર્ડની તમામ શરતો પૂરી કરનારી કંપનીઓને જ તેમાં સામેલ થવાની મંજૂરી મળશે.
    Click here to Read More
    Previous Article
    He couldn’t find anyone to fund his movie. Now this Adivasi filmmaker has won a National Film Award
    Next Article
    પીએમ આવાસ પાસે રાહુલ, પ્રિયંકા ધરણા પર બેઠા:ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ; હાઈકોર્ટે વાંગચુકને મેદાંતા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment