Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- BCCIએ રોહિત શર્માના રિહેબની માહિતી છુપાવી:છેલ્લા એક વર્ષમાં 32 ક્રિકેટરો ઈજાગ્રસ્ત, માન્ચેસ્ટર ટેસ્ટમાં પંતનું હાડકું તૂટ્યું હતું

    10 hours ago

    ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ IPL 2026 બાદ હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થવા માટે બેંગલુરુના સેન્ટર ઑફ એક્સિલન્સ (CoE)માં રિહેબ કર્યો હતો, પરંતુ BCCIએ તેની માહિતી જાહેર કરી નહોતી. આ દાવો TOIએ CoEના વાર્ષિક અહેવાલને ટાંકીને કર્યો છે. એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન ટીમ ઈન્ડિયાના 32 ક્રિકેટરોએ CoEમાં રિહેબ કર્યો છે. તેમાં BCCIના 20 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા અને 12 ટાર્ગેટેડ/ઈન્ડિયા-A કેટેગરીના ખેલાડીઓ સામેલ છે. પંતની ઈજા સૌથી ગંભીર હતી, સ્નાયુઓમાં ખેંચાણના કેસ વધુ ખેલાડીઓને થયેલી ઇજાઓમાં એકમાત્ર ગંભીર મામલો (ઇમ્પેક્ટ ઇન્જરી) રિષભ પંતનો હતો. જુલાઈ 2025માં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન તેના પગનું હાડકું તૂટી ગયું હતું (ફ્રેક્ચર). તે સાજા થવા માટે CoE (સેન્ટર ઑફ એક્સેલન્સ) પહોંચ્યો હતો. બાકીના ખેલાડીઓને મોટાભાગે સ્નાયુઓમાં ખેંચાણ અથવા તણાવ (સોફ્ટ-ટિશ્યૂ ઇન્જરી) જેવી સમસ્યાઓ જ થઈ હતી. હાર્દિક, રાણા અને રેડ્ડીએ 18 મહિનામાં 4-4 મહિના CoEમાં વિતાવ્યા હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીએ છેલ્લા 18 મહિનામાં ઓછામાં ઓછા 4-4 મહિના CoEમાં વિતાવ્યા. અહેવાલ મુજબ, ત્રણેય ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત થવાને કારણે રિહેબ માટે પહોંચ્યા હતા. તેમના સિવાય જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્ના પણ વારંવાર ઈજાઓથી ઝઝૂમતા ખેલાડીઓમાં સામેલ છે. 30 સપ્ટેમ્બર સુધી ભારતીય ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેના નામ પણ સામેલ હતા. જોકે, અહેવાલમાં એ જણાવવામાં આવ્યું નથી કે દરેક ખેલાડી કેટલી વાર CoE પહોંચ્યો. IPL 2026 પછી દરેક સિરીઝમાં ઓછામાં ઓછા બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત IPL 2026 પછી CoEમાં રિહેબ કરાવનારા ખેલાડીઓની સંખ્યા વધી છે. ત્યારથી દરેક સિરીઝમાં ઓછામાં ઓછા બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાની વાત કહેવામાં આવી છે. CoEની સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન (SSM) ટીમે એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન મહિલા અને પુરુષ મળીને કુલ 68 ખેલાડીઓની ઈજાઓની સારવાર અને મેનેજમેન્ટ કર્યું. 2017 અને 2021-22માં પણ ઈજાઓ વધી હતી, CoEનું બજેટ ₹35 કરોડ વધ્યું BCCIએ CoE માટે 2026-27નો અંદાજિત ખર્ચ વધારીને ₹127 કરોડ કર્યો છે, જે ગયા નાણાકીય વર્ષમાં ₹92 કરોડ હતો. બજેટમાં આશરે ₹35 કરોડનો વધારો થયો છે. CoEના ખર્ચમાં વહીવટી ખર્ચ, કોર્સ અને મેચો સંબંધિત ખર્ચ પણ સામેલ છે. 2021-22માં કોવિડ-19 મહામારી દરમિયાન બાયો-બબલમાંથી બહાર આવ્યા બાદ સોફ્ટ-ટિશ્યૂ ઇજાના કેસોમાં વધારો થયો હતો. તે સમયે બે-ત્રણ મહિનામાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. 2017માં સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ શંકર બાસુના ફિટનેસ પ્રોગ્રામમાં મોટા ફેરફારો થયા બાદ પણ લગભગ ત્રણ મહિના સુધી ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મેડિકલ પ્રમુખનું પદ ખાલી, ટીમ ઈન્ડિયા અને CoE વચ્ચે તાલમેલનો અભાવ CoEમાં સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન (SSM) પ્રમુખનું પદ માર્ચ 2025માં નિતિન પટેલના રાજીનામા બાદથી ખાલી છે. BCCIએ ગયા મહિને આ પદ માટે જાહેરાત બહાર પાડી હતી. ટીમ ઈન્ડિયાની SSM ટીમ અને CoEની SSM ટીમ વચ્ચે સંવાદનો અભાવ રહ્યો છે. ક્રિકેટ હેડ વીવીએસ લક્ષ્મણ બંને ટીમ વચ્ચે સંવાદનું માધ્યમ બન્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ (SC) કોચ એડ્રિયન લે રુએ જૂન 2025માં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા. CoE પોતાની વર્તમાન વ્યવસ્થામાંથી બહાર આવવા તૈયાર દેખાયું નથી. CoEની SSM ટીમના સભ્યો ઇજાઓથી બચાવ અને તેના મેનેજમેન્ટ હેઠળ ડોમેસ્ટિક ટુર્નામેન્ટોમાં પણ ખેલાડીઓ પર નજર રાખવા પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ઝડપાયો:હરિયાણાના સોનીપતથી આરોપીને પોલીસે દબોચી લીધો; આરોપી સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ
    Next Article
    નવા પાકિસ્તાની કેપ્ટને કહ્યું- શ્રીલંકા સામે આક્રમક ક્રિકેટ રમીશું:સાહિબઝાદા ફરહાન કરશે T20 ટીમની આગેવાની, કહ્યું- બાબર-રિઝવાન શ્રેષ્ઠ ખેલાડીઓ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment