Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCCIની વાર્ષિક સામાન્ય બેઠક 18 સપ્ટેમ્બરે યોજાશે:IPL ચેરમેનની ચૂંટણી થશે; આંદામાન ક્રિકેટને એસોસિયેટ મેમ્બર બનાવવા પર નિર્ણય

    7 hours ago

    BCCIની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) મુંબઈમાં 18 સપ્ટેમ્બરે યોજાશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે બેઠકમાં IPL કાઉન્સિલના 2 પદો પર ચૂંટણી થશે. આમાંથી એક પદ IPL ચેરમેનનું છે. અરુણ ધૂમલ હાલમાં IPLના ચેરમેન છે. બેઠકમાં આંદામાન-નિકોબાર ક્રિકેટ સંઘને એસોસિયેટ સભ્યપદ આપવા પર પણ નિર્ણય થશે. અરજીની નોટિસ જાહેર, 31 ઓગસ્ટ છેલ્લી તારીખ BCCIના ચૂંટણી અધિકારી એ.કે. જ્યોતિએ મંગળવારે ચૂંટણીની નોટિસ જાહેર કરી. નોટિસમાં કહેવામાં આવ્યું કે- 'BCCIના પૂર્ણ સભ્યો તેમના પ્રતિનિધિઓના નામ ઇલેક્શન લિસ્ટમાં સામેલ કરાવવા માટે અરજી કરી શકે છે.' અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. વોટિંગ માટે ઉમેદવારોના નામ 11 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, BCCI લોકપાલ અને એથિક્સ ઓફિસરની નિમણૂક પણ AGMના એજન્ડામાં સામેલ છે. BCCIના એસોસિયેટ સભ્યને વોટ આપવાનો અધિકાર નથી AGMના એજન્ડામાં આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના ક્રિકેટ સંઘને એસોસિયેટ સભ્યપદ આપવાનો પ્રસ્તાવ સામેલ છે. BCCIની એપેક્સ કાઉન્સિલે જૂનમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં પણ આંદામાન-નિકોબારની સભ્યપદ પર ચર્ચા કરી હતી. BCCIના એસોસિયેટ સભ્યને વોટ આપવાનો અધિકાર હોતો નથી.
    Click here to Read More
    Previous Article
    A bigger flu season: In Delhi, H1N1 cases nearly 8 times last year’s count
    Next Article
    ગાવસ્કરે મેકકોયની પીચ પર સવાલો ઉઠાવ્યા:ICC પર બેવડા ધોરણોનો આરોપ; 2 દિવસમાં ટેસ્ટ પૂરો થઈ ગયો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment