Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની યશસ્વી સિંહ ચરકે બે ગોલ્ડ મેડલ જીત્યા:BBC દ્વારા વિશેષ સન્માન અને રોકડ પુરસ્કાર અપાયો

    6 hours ago

    જામનગરની કરાટે ખેલાડી યશસ્વી સિંહ ચરકે તાજેતરમાં યોજાયેલી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની રમતગમતની પ્રતિભા અને કઠોર મહેનતના બળે જામનગર તથા Utkal Karate Schoolનું નામ રોશન કર્યું છે. યશસ્વીએ તાજેતરમાં યોજાયેલી 2nd Battle Beast Clash Super Fightમાં રાજસ્થાનના એક ખેલાડીને હરાવી વિજય મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ તેને ગોલ્ડ મેડલ તેમજ BBC તરફથી ₹10,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, યશસ્વીએ Above-18 Open Championshipમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આમ, તેણે સતત બે ગોલ્ડ મેડલ મેળવીને પોતાની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. યશસ્વીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિને પણ આ પ્રસંગે વિશેષ સન્માન મળ્યું હતું. જુલાઈ 2026માં બાંગ્લાદેશમાં યોજાયેલી South Asian Karate Championshipમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર મેડલ જીતવા બદલ BBCના ડિરેક્ટર દ્વારા યશસ્વીને વિશેષ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે યશસ્વી તથા Utkal Karate School તરફથી BBCના તમામ ડિરેક્ટર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચેમ્પિયનશિપના સફળ આયોજન સાથે ખેલાડીઓને આપવામાં આવતું સન્માન, પ્રોત્સાહન અને સહકાર યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવાયું હતું. યશસ્વીની આ સિદ્ધિથી Utkal Karate School, તેના કોચ અને પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. યશસ્વીની આ સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણામાં બોર કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, 50 હજારનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    बिना इंटरनेट के भी करें UPI पेमेंट, PhonePe ने शुरू की सर्विस, ऐसे करें इस्तेमाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment