Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં બહેનને મેસેજ કરવા બાબતે મામલો બિચક્યો:BBAના વિદ્યાર્થીને ચાર શખ્સોએ ઘેરીને ઢોર માર માર્યો, કમરમાંથી છરી કાઢી જાનથી મારવાની ધમકી આપી

    23 hours ago

    મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા રાજમહેલ રાજ સિટી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય BBAના વિદ્યાર્થી પર ચાર શખ્સોએ ગડદાપાટુનો ઢોર માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને છાતી અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે કડી પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન નોંધી ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બહેનને મેસેજ કરનાર યુવકને અંડરબ્રિજ પાસે બોલાવ્યો હતો બનાવની વિગતો અનુસાર કડીના રાજમહેલ રાજ સિટી ખાતે રહેતા 18 વર્ષીય મિત પ્રફુલભાઈ પટેલને ગત તા. 5 ઓગસ્ટના રોજ જાણવા મળ્યું હતું કે, માહીન પંકજભાઈ પટેલ નામના યુવકે તેની બહેનને મોબાઈલ પર મેસેજ કર્યા હતા. આ બાબતે સ્પષ્ટતા અને વાતચીત કરવા માટે મિત પટેલે માહીનને કરણનગર રોડ અંડરબ્રિજ નજીક સ્વાગત આર્કિટેક સામે બોલાવ્યો હતો. બુલેટ પર આવેલા ચાર શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો મિત પટેલે માહીન પાસેથી તેનો મોબાઈલ ફોન કબ્જે લીધો હતો અને તે પોતાના પિતાને બતાવવા માટે ઘર તરફ જઈ રહ્યો હતો. તે જ સમયે કુલદીપસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ, રૂદ્રરાજસિંહ સોઢા અને અનુભા નામના ચાર શખસો બુલેટ પર ત્યાં ધસી આવ્યા હતા. આ ચારેય શખસોએ કોઈ પણ વાતચીત કર્યા વિના મિત પટેલ પર અચાનક તૂટી પડી ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. હુમલા દરમિયાન કુલદીપસિંહે પોતાની કમરમાંથી છરી કાઢી મિતને ધમકાવ્યો હતો કે, "જો તું હવે કડીમાં દેખાઈશ તો તને જીવતો નહીં જવા દઉં." દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં દાખલ કરાયો આ ઘટના બાદ યુવકે શરૂઆતમાં કોઈ સારવાર લીધી ન હતી અને ઘરે પહોંચી પિતાને આખી ઘટનાથી માહિતગાર કર્યા હતા પરંતુ, ગત સાંજે છાતી અને મોઢાના ભાગે અસહ્ય દુખાવો ઉપડતાં તેને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને સર્જીકલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાંથી મળેલી વર્ધીના આધારે કડી પોલીસે હોસ્પિટલે પહોંચી મિત પટેલની ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના મડામહુડી ગામે મહિલા ખેડૂત પર દીપડાનો હુમલો:32 વર્ષીય મહિલાએ બહાદુરી બતાવી ડોલ વડે સામનો કરતાં ઈજા પહોંચાડી દીપડો નાસી છૂટ્યો
    Next Article
    Delhi Women Confront Man After Catching Him Secretly Filming Them In Metro

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment