Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં BAPS હોસ્પિટલની પાસે EVના શો રૂમમાં આગ કાબૂમાં:15થી વધુ વાહનો બળીને ખાખ, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, એપોલો ફાર્મસી સહિતની દુકાનો સુધી આગ પ્રસરી હતી

    13 hours ago

    સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે 18 જૂને સવારે આગની ઘટના બની હતી. અડાજણ ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીકની દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આગ એક ઇલેક્ટ્રિક વ્હીકલના (EV) શો-રૂમમાંથી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાજુમાં આવેલી એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટને પણ ઝપેટમાં લેવામાં આવ્યા હતા.ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પતરાના શેડનું લોખંડનું સ્ટ્રક્ચર પણ ઓગળી ગયું આગ એટલી પ્રચંડ અને ભયાવહ હતી કે તેના કારણે અસહ્ય ગરમી પેદા થઈ હતી. પતરાના શેડમાં બનાવવામાં આવેલી આ દુકાનોમાં લાગેલી આગની ભયંકર ગરમીના કારણે દુકાનોનું મજબૂત લોખંડનું સ્ટ્રક્ચર પણ ઓગળી ગયું હતું અને જોતજોતામાં નમી પડ્યું હતું. માળખું નમી પડવાને કારણે આસપાસના લોકોમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. શો-રૂમમાંથી ફાર્મસી અને રેસ્ટોરન્ટમાં પ્રસરી આગ અડાજણ ચાર રસ્તા પાસે આવેલા TVS EV શો-રૂમમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. EV વાહનોની બેટરી અને અન્ય સ્પેરપાર્ટ્સને કારણે આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે તે બાજુમાં આવેલી એપોલો ફાર્મસી અને એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ સુધી પ્રસરી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શો-રૂમમાં મૂકેલા વાહનો પણ આગની ચપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયા હતા. 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડી પહોંચી હતી ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. મેસેજ મળતાની સાથે જ સુરત ફાયર વિભાગની અલગ-અલગ પાંચ સ્ટેશનોની 10થી વધુ ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ આગ વધુ ન પ્રસરે તે માટે ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગીરી ચાલુ: ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આ દૂર્ઘટના અંગે માહિતી આપતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. ડી. ધોબીએ જણાવ્યું હતું કે, અમને દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આગ આજુબાજુની અન્ય દુકાનોમાં પણ પકડાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી આગની આ ઘટના ચાલુ બજારે અને હોસ્પિટલ જેવા ભીડભાડ વાળા વિસ્તારની નજીક બની હોવા છતાં, સમયસૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જો કે, શો-રૂમ, ફાર્મસી અને રેસ્ટોરન્ટમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનું માલસામાન બળીને ખાખ થઈ ગયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે મોટી દુર્ઘટના ટળી છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- હોર્મુઝ માત્ર 60 દિવસ ફ્રી રહેશે:ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર, પરમાણુ હથિયારો ન બનાવવાનું વચન; ડીલના 14-મુદ્દાઓની સંપૂર્ણ વિગત
    Next Article
    ગોંડલના વાતાવરણમાં પલટો, બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ વરસાદ:મોડીરાતથી મહીસાગર, બનાસકાંઠા, ગોધરા, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે મેઘમહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment