Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એફિલ ટાવર વિવાદમાં BAPSને ક્લીન ચિટ મળી:તપાસમાં સાબિત થયું કે મહિલાઓને દૂર રાખવા માટે BAPS તરફથી કોઈ માગ કે વિનંતી કરવામાં આવી નહોતી

    2 days ago

    ફ્રાન્સની રાજધાની પેરિસથી દુનિયાભરમાં આવેલા કરોડો હિંદુઓ અને BAPSના અનુયાયીઓ માટે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર આવ્યા છે. ગયા મહિને એફિલ ટાવર ખાતે મહિલા સ્ટાફને હટાવવાના ઝૂઠા આરોપોમાં ફસાયેલી આ પ્રમુખ હિંદુ સંસ્થાને ફ્રાન્સની સત્તાવાર તપાસમાં સંપૂર્ણપણે 'ક્લીન ચિટ' મળી ગઈ છે. તપાસ ટીમે શોધી કાઢ્યું છે કે BAPS એ પોતાના કાર્યક્રમ દરમિયાન એફિલ ટાવરથી મહિલાઓને હટાવવા માટે કોઈ વિનંતી કરી નહોતી. પેરિસની તપાસ એજન્સી (IGVP)ના રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે કે BAPSના ડેલિગેશને ક્યારેય પણ મહિલાઓને હટાવવાની કોઈ માંગણી કરી જ નહોતી. ગયા મહિને આવા આરોપો લાગ્યા બાદ BAPSની આખી દુનિયામાં ટીકા કરવામાં આવી હતી અને હિંદુ ધર્મને નિશાન બનાવવામાં આવ્યો હતો. આખરે તે દિવસે એફિલ ટાવરમાં શું થયું હતું? તપાસ રિપોર્ટમાં કહેવાયું છે કે 'SETEના ધ્યાનમાં જે શરૂઆતી વાત લાવવામાં આવી હતી તે ધાર્મિક હસ્તીઓ અને મહિલાઓ વચ્ચે શારીરિક સંપર્ક ન થવા સાથે જોડાયેલી હતી.' જોકે BAPSની મુલાકાતવાળા દિવસે 'તે જ સવારે' પુરુષોને સુરક્ષા પોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં ઇંચાર્જ એજન્ટ અને લિફ્ટમાંથી બહાર નીકળવાની જગ્યા પર તૈનાત એજન્ટ પણ સામેલ હતા. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે રિસેપ્શન અને કસ્ટમર રિલેશન સંભાળતા કર્મચારીઓને 'પ્રતિનિધિમંડળના એક ભાગના નોર્થ પિલર પર ચઢવા દરમિયાન' થોડા સમય માટે ત્યાંથી ખસી જવા માટે કહેવાયું. 'લે પેરિસિયન'ના રિપોર્ટ અનુસાર ત્યાર પછી સફાઈ સેવા આપતી કંપનીની એક મહિલા કર્મચારીને પોતાના બ્રેકની રાહ જોવી પડી અને ગ્રુપના નીચે ઊતરવા દરમિયાન લિફ્ટમાં બીજા કર્મચારીને મૂકી દેવામાં આવ્યા, જેથી એવું લાગ્યું કે મહિલા કર્મચારીને એકતરફ કરી દેવામાં આવ્યા છે. કર્મચારીઓ પ્રત્યે સંવેદના: BAPS સૌથી પહેલાં એ જણાવે છે કે આ ઘટના અને મુલાકાતને કારણે જે કર્મચારીઓ પ્રભાવિત કે પરેશાન થયાં હતાં, તેમના પ્રત્યે સંસ્થા પોતાની દિલસોજી અને સંવેદના વ્યક્ત કરે છે. મહિલાઓને બાકાત રાખવા અંગે સ્પષ્ટતા: આ ઘટનામાં એવો વિવાદ થયો હતો કે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને દૂર રાખવામાં આવી હતી. નિવેદનમાં BAPS એ સ્પષ્ટ કર્યું છે કે તેમણે શરૂઆતથી જ આવી કોઈ વિનંતી કરી નહોતી. તેમણે કોઈ મહિલા કર્મચારીને છુપાવવા, હટાવવા કે મુલાકાતના માર્ગમાંથી બાકાત રાખવા માટે કહ્યું નહોતું. તપાસના તારણો: સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ એ સાબિત થઈ ગયું છે કે મહિલાઓને દૂર રાખવા માટે BAPS તરફથી કોઈ માગ કે વિનંતી કરવામાં આવી નહોતી. તપાસમાં BAPSનો દાવો સાચો ઠર્યો છે. આગળ વધવાની આશા: સંસ્થા એવી આશા વ્યક્ત કરે છે કે આ તપાસ રિપોર્ટ અને સ્પષ્ટતા બાદ તમામ ગેરસમજ દૂર થશે અને ઘટના સાથે જોડાયેલા તમામ લોકો માટે આદરપૂર્વક આ વિવાદને પૂરો કરીને આગળ વધવાનો રસ્તો બનશે.
    Click here to Read More
    Previous Article
    Nethra Kumanan Sails to Asian Games Bronze, Adds to India's Medal Haul
    Next Article
    લિવ-ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે:વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો ભાગ લાગશે, ગુજરાતમાં UCCનો કાયદો લાગુ, જાણવામ માગો છો એ બધું જ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment