Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના BAPS મંદિરમાં દીપોત્સવ અને અન્નકૂટ યોજાશે:8 નવેમ્બરે ચોપડાપૂજન, 10 નવેમ્બરે નૂતન વર્ષની મહાપૂજા અને 1,000થી વધુ વાનગીઓનો અન્નકૂટ

    6 hours ago

    નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે દીપોત્સવ તથા અન્નકૂટનું આયોજન કરાયું છે. 8 અને 10 નવેમ્બરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.8 નવેમ્બરે દિવાળીની સાંજે 5 વાગ્યે ચોપડાપૂજન માટે મહાપૂજા થશે. સંતો મંદિરના અને ભક્તોના વ્યવસાયમાં વપરાતા ચોપડા પર અક્ષત, કુમકુમ અને પુષ્પ અર્પણ કરીને પૂજન કરશે. નૂતન વર્ષ સૌ માટે સુખમય રહે અને સૌ તન, મન તથા ધનથી સુખી થાય તે માટે ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરાશે.10 નવેમ્બરે વહેલી સવારે ઠાકોરજીની મંગળા આરતી સાથે નવા વર્ષની શરૂઆત થશે. દર વર્ષે મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરે આવે છે. સવારે 7:30 વાગ્યે નૂતન વર્ષની પ્રથમ શણગાર આરતી થશે. ત્યારબાદ નારાયણસ્વરૂપ સભાગૃહમાં સંતો ભગવાનની મહાપૂજા કરાવશે. તેમાં સેંકડો ભક્તો જોડાશે. સત્સંગ સભામાં નવા વર્ષને મંગલમય બનાવવા માટે પ્રેરણા અપાશે.મંદિરમાં ભગવાન સમક્ષ ગોઠવાયેલા અન્નકૂટને થાળગાન સાથે અર્પણ કરાશે. સંતો અને હરિભક્તોએ તૈયાર કરેલી 1,000થી વધુ વાનગીઓમાં મીઠાઈ, ફરસાણ, શાક, બિસ્કિટ સહિતની બેકરીની વાનગીઓ અને શરબતનો સમાવેશ થાય છે. સંતો ગોવર્ધન પૂજા કરશે. ત્યારબાદ સંતો, મહાનુભાવો અને હરિભક્તો ભગવાનની મહાઆરતી કરશે. અન્નકૂટ ઉત્સવની તૈયારીઓ સંતો, હરિભક્તો અને મહિલાઓ કરી રહ્યાં છે. રંગોળી અને ફોટોગ્રાફી પોઇન્ટ પણ બનાવાશે. આયોજકોના જણાવ્યા મુજબ, દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, સમર્પણ અને સંપના મૂલ્યોનો સંદેશ અપાશે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરકાશીમાં ઈનોવા નદીમાં ખાબકતા 3 ગુજરાતી સહિત ચારના મોત:એક યુવક ગંભીર, 7 યાત્રીઓ હરિદ્વારથી ગંગોત્રી જઈ રહ્યા હતા; મૃતદેહો પથ્થરો વચ્ચે ફસાયેલા મળ્યા
    Next Article
    વેરાવળના ગાર્ડનમાં સિનિયર સિટિઝનો પર હુમલો:ઉમંગ જગુ બારૈયા અને અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment