Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ-વાપીમાં ફૂડ વિભાગની કાર્યવાહી: 3 પેઢીના પરવાના સ્થગિત:અનહાઈજેનિક રસોડું, વાસી ખોરાક મળતા ધંધો બંધ કરાવાયો; 7ને નોટિસ

    12 hours ago

    વલસાડ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વાપીની ત્રણ પેઢીમાં ગંભીર ક્ષતિઓ જણાતા તેમના પરવાના સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, સાત અન્ય પેઢીઓને સુધારા માટે નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે વાપીના ઝંડા ચોક ખાતે આવેલી વાપી રેસ્ટોરન્ટ સ્વીટ એન્ડ ફરસાણ, જૂની રેલવે ક્રોસિંગ પાસેની ભારત રેસ્ટોરન્ટ અને સિલવાસા રોડ, નૂતનનગર સ્થિત હોટેલ કેશરીમાં તપાસ કરી હતી. આ ત્રણેય સ્થળોએ અનહાઈજેનિક રસોડું, વાસી ખોરાક અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી. વાપી રેસ્ટોરન્ટ સ્વીટ એન્ડ ફરસાણમાંથી 4.5 લિટર તળવાનું તેલ અને 5 કિલો તૈયાર સમોસા મસાલાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ભારત રેસ્ટોરન્ટમાંથી લેબલ વગરનું 1.5 કિલો પનીર, 2 કિલો શેઝવાન ચટણી અને 1 કિલો લીલી ચટણી મળી આવતા તેનો પણ સ્થળ પર નાશ કરાયો હતો. હોટેલ કેશરીની તપાસમાં રસોડાની અસ્વચ્છતા, દિવાલો અને છત પરથી રંગના ટુકડા ખરવા, ભેજ અને કણો પડવા જેવી સમસ્યાઓ જોવા મળી હતી. આ ઉપરાંત, પાણી અને પ્રોડક્ટના ટેસ્ટ રિપોર્ટ, શાકાહારી-માંસાહારી વસ્તુઓના યોગ્ય અલગ સંગ્રહ, પેકેજિંગ મટિરિયલનો NABL રિપોર્ટ, ફૂડ હેન્ડલર્સના તબીબી પ્રમાણપત્રો અને FoSTaC તાલીમ પ્રમાણપત્રનો અભાવ પણ જણાયો હતો. આ કાર્યવાહી ઉપરાંત, ગ્રાન્ડ પેરાડાઇઝ, હોટેલ ફેસ્ટિવા ઇન, રામસ ઓપન હાઉસ અને જય જલારામ ખમણ હાઉસ સહિતની સાત પેઢીઓને ઇમપ્રૂવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. આ પેઢીઓમાં દસ્તાવેજીકરણ, પાણીના ટેસ્ટ રિપોર્ટ, પેસ્ટ કંટ્રોલ રિપોર્ટ, FoSTaC તાલીમ પ્રમાણપત્ર અને FSSAI લાયસન્સના પ્રદર્શન જેવી બાબતોમાં ક્ષતિઓ જોવા મળી હતી, જેના પગલે તેમને સુધારા કરવા સૂચના અપાઈ છે. બીજી તરફ, નવજીવન રેસ્ટોરન્ટ્સ, નક્ષ ઇમ્પેક્સ, હોટેલ શ્રીનાથ, શ્રી ગિરિરાજ કાઠિયાવાડી હોટેલ અને શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા સહિતના કેટલાક એકમોમાં તપાસ દરમિયાન સ્વચ્છતા સંતોષકારક જણાઈ હતી. ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓની તપાસની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નરોડા કોલેજમાં ઇન્ટર ક્લાસ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ:24 સ્પર્ધાઓમાં 125 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    AMC સામે વિવિધ અદાલતોમાં 3,832 કેસ પેન્ડિંગ:જુલાઈમાં આવેલા 113 ચુકાદામાંથી 9 કેસમાં કોર્પોરેશનની હાર, એકા ક્લબના 20 કરોડના ટેક્સ મામલે સુનાવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment