Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ BAPS મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો 245મો જન્મોત્સવ ઉજવાયો:રાત્રે મહાઆરતીમાં હજારો ભક્તો ઉમટ્યા, ધારાસભ્ય પણ હાજર રહ્યા

    16 hours ago

    આણંદ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો જન્મોત્સવ 'શ્રી હરિ પર્વ' અંતર્ગત ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીની શરૂઆત વહેલી સવારે 6 વાગ્યે ગુરુ પૂજનથી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. દિવસ દરમિયાન મંદિરમાં સત્સંગ દીક્ષા મહાયાગ અને અખંડ ધૂન જેવા આયોજનો પણ થયા હતા. જન્મોત્સવના મુખ્ય પ્રસંગે રાત્રે 10:10 વાગ્યે ભગવાનના પ્રાગટ્ય સમયે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ આરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. ધારાસભ્ય યોગેશ પટેલ (બાપજી) અને એનીકોન કંપનીના ચેરમેન તથા એમડી પ્રયાશ્વિનભાઈ પટેલ પણ આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના ભગવદ્ચરણ સ્વામી, કોઠારી યજ્ઞસેતુ સ્વામી સહિતના સંતો અને મહાનુભાવોએ આરતી ઉતારી ભગવાનના ચરણોમાં ભક્તિ અર્પણ કરી હતી. આરતી બાદ ભગવાનને સુશોભિત પારણે ઝુલાવવામાં આવ્યા હતા. સંતો અને ભક્તો દ્વારા જન્મોત્સવના પદો તથા કીર્તનો ગવાતા સમગ્ર પરિસર 'જય સ્વામિનારાયણ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ દિવ્ય દર્શન અને પ્રસાદનો લાભ લઈ હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય ઉત્સવને સફળ બનાવવા માટે મંદિરના સ્વયંસેવકો અને યુવક મંડળ દ્વારા રાત-દિવસ જહેમત ઉઠાવવામાં આવી હતી, જેના પરિણામે હજારોની મેદની હોવા છતાં વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહી હતી.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને 'સૂર્યતિલક’:9 મિનિટ સુધી લલાટ પર કિરણો ઝળહળ્યા, ભગવાને સ્વર્ણ જડિત પીતાંબર વસ્ત્રો પહેર્યા; PM મોદીએ ટીવી પર રામલલ્લાના દર્શન કર્યા
    Next Article
    Yami Sneakily Watches Dhurandhar 2 In Packed Theatre, A Viral Reaction Follows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment