Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને 'સૂર્યતિલક’:9 મિનિટ સુધી લલાટ પર કિરણો ઝળહળ્યા, ભગવાને સ્વર્ણ જડિત પીતાંબર વસ્ત્રો પહેર્યા; PM મોદીએ ટીવી પર રામલલ્લાના દર્શન કર્યા

    19 hours ago

    અયોધ્યામાં, રામનવમી, શુક્રવારે બપોરે 12 વાગ્યે રામલલ્લાને સૂર્ય તિલક થયું. પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલ્લાને આ બીજું સૂર્ય તિલક છે. સૂર્ય તિલક બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્ત દરમિયાન કરવામાં આવ્યું હતું. ભગવાનના લલાટ પર નવ મિનિટ સુધી સૂર્ય કિરણો ઝળહળ્યા. સૂર્ય તિલક સાથે જ રામલલ્લાનો જન્મ થયો હતો. આ દરમિયાન, ગર્ભગૃહમાં 14 પૂજારી હાજર હતા. વિશેષ પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. સૂર્ય તિલક પછી, રામલલ્લાના મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. હવે, રામલલ્લાને 56 પ્રકારનો ભોજનનો ભોગ ધરાવવામાં આવશે. સૂર્ય તિલક માટે 20 અષ્ટધાતુ પાઈપોનો ઉપયોગ કરીને 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી. તેમાં ચાર લેન્સ અને ચાર મિરર દ્વારા ગર્ભગૃહ સુધી રામલલ્લાના લલાટ પર સૂર્ય કિરણો ઝળહળતા કરાયા હતા. આ પહેલા રામલલ્લાને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. સવારે રામલલ્લાની આરતી કરવામાં આવી છે. ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રામ નવમી પર સામાન્ય દિવસોની સરખામણીમાં ભક્તો 3 કલાક વધુ રામલલ્લાના દર્શન કરી શકશે. શ્રદ્ધાળુઓ સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરશે. પહેલાં સવારે 6:30 થી રાત્રે 9:30 સુધી રહે છે. આજે રામલલ્લાના દર્શન કરવા માટે લગભગ 10 લાખ લોકો પહોંચ્યા છે. રામ જન્મભૂમિ સંકુલમાં લાંબી લાઇનો લાગી ગઈ છે. રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથ પર ભારે ભીડ જોવા મળે છે. આજની તસવીરો- રામલલ્લાના સૂર્યતિલક સાથે જોડાયેલા પળેપળના અપડેટ્સ માટે લાઇવ બ્લોગ જુઓ-
    Click here to Read More
    Previous Article
    From 5 shows to 60: How fans pushed Project Hail Mary into more IMAX screens amid Dhurandhar 2 dominance
    Next Article
    આણંદ BAPS મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો 245મો જન્મોત્સવ ઉજવાયો:રાત્રે મહાઆરતીમાં હજારો ભક્તો ઉમટ્યા, ધારાસભ્ય પણ હાજર રહ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment