Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બાળકોનું અનોખું મહાપૂજન:અટલાદરા BAPS મંદિરના 210 બાળ-બાલિકાઓએ 180 કારખાના અને 12 જ્વેલરી શો-રૂમમાં શાસ્ત્રોક્ત નૂતન વર્ષ મહાપૂજન કરાવ્યું

    9 hours ago

    વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિર, અટલાદરાનાં બાળકો દ્વારા નૂતન વર્ષના મંગળમય પ્રારંભ નિમિત્તે એક અનોખા અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરનાં 130 બાળકો અને 80 બાલિકાઓ મળી કુલ 210 બાળ-બાલિકાઓએ 58 ગ્રુપમાં વિભાજિત થઈ વડોદરાના મકરપુરા, નંદેસરી, પોર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા GIDCના આશરે 180 કારખાનાઓ, કંપનીઓ તથા 12 જેટલા જ્વેલરી શોરૂમમાં વિશેષ સત્સંગ દીક્ષા મહાપૂજન વિધિ કરાવી હતી. નાની ઉંમરે બાળકોની આ ધાર્મિક સમજ, શિસ્ત અને સંસ્કારસભર પ્રતિભા સૌના માટે પ્રેરણારૂપ બની હતી. યજમાનોએ પણ બાળકોની અદ્ભુત પ્રતિભા, સંસ્કાર, સમર્પણ અને શાસ્ત્રોક્ત જ્ઞાનની મુક્તકંઠે પ્રશંસા કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. આ સમગ્ર આયોજન દ્વારા બાળકોમાં નાનપણથી જ ધર્મ, સંસ્કૃતિ, સેવા, શિસ્ત અને સંસ્કારોનું સિંચન થાય છે તેવો સુંદર સંદેશ સમાજ સમક્ષ પ્રસ્તુત થયો હતો. આટલાદરા સ્વામિનારાયણ મંદિરના ડૉ. જ્ઞાનવત્સવ સ્વામીએ જણાવ્યું હતું કે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. વડોદરાના આંગણે એક અદ્ભુત ધાર્મિક અને દિવ્ય ઘટના બની છે. લાભ પાંચમ અને નવા વર્ષ નિમિત્તે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરાના નાના બાળકો અને બાલિકાઓએ એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ધોરણ 6, 7, 8 અને 9માં અભ્યાસ કરતા આશરે 130 બાળકો અને 80 બાલિકાઓએ મકરપુરા, નંદેસરી અને પોર જેવા ઔદ્યોગિક વિસ્તારોના લગભગ 180 જેટલા કારખાનાઓ તેમજ 12 જ્વેલરી શોપમાં જઈને વૈદિક મહાપૂજા કરાવીને નવા વર્ષના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર 20 મિનિટની આ વિધિ માટે આ બાળકોએ કોઈ પણ પ્રકારના નાણાંની અપેક્ષા રાખ્યા વગર ફક્ત શુભ ભાવનાથી આ સેવા આપી હતી, જેનાથી દરેક કારખાનાના માલિકોના હૃદયમાં આ બાળકો પ્રત્યે અપાર આદર જાગ્યો હતો અને ભાવી પેઢીમાં સંસ્કાર તથા ધર્મ જીવંત હોવાની પ્રતીતિ થઈ હતી. તેઓએ કહ્યું હતું કે, વડોદરા શહેરની ખૂબ સારી શાળાઓમાં ભણતા આ બાળકો અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી ચાલતી બાલ-બાલિકા સભામાં સંતો અને કાર્યકર્તાઓ પાસેથી આપણી વૈદિક પરંપરા અને સંસ્કૃતિના દરેક આયામો શીખે છે. આ ઉમદા કાર્ય બદલ આ બાળકોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
    Click here to Read More
    Previous Article
    દેશના સૌથી લાંબા રિવરફ્રન્ટની કામગીરીની સમીક્ષા:મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 અને 3ની કામગીરી જોઈ, રબર કમ બેરેજ બ્રિજ સહિતની કામગીરી ઝડપી પૂર્ણ કરવા કહ્યું
    Next Article
    Steyn Reveals His First Impression Of Kohli: "Who's This Cocky S**t?"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment