Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર BAPS મંદિરમાં 'યુવા પારાયણ ઝલક-2026'નું આયોજન:શહેરના યુવા મંડળોના પારાયણની ખાસ ઝલક રજૂ કરાઈ

    10 hours ago

    સુરેન્દ્રનગર BAPS મંદિરમાં 'યુવા પારાયણ ઝલક-2026'નું આયોજન કરાયું. યુવાનોમાં સંસ્કાર, ભક્તિ, સેવા અને સંયમ જેવા જીવનમૂલ્યો દૃઢ કરવાના હેતુથી આ કાર્યક્રમ ભગવાન સ્વામિનારાયણના 'શ્રી હરિલીલામૃતમ્' ગ્રંથ પર આધારિત હતો. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી નિર્માણાધીન BAPS નૂતન મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં શહેરના વિવિધ યુવા મંડળોમાં યોજાયેલા પારાયણની ખાસ ઝલક રજૂ કરાઈ. પ્રેરક વીડિયો અને સંવાદો દ્વારા યુવાનોને આધ્યાત્મિકતા અને સદાચારની પ્રેરણા મળી. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર યુવાનોનું સન્માન કરાયું. જેમાં ડો. ઉમંગ નાકિયાનો સમાવેશ થાય છે, જેમણે NEET PG-2026 પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 772મો, ગુજરાતમાં 70મો અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. અક્ષરપુરુષોત્તમ મંડપમ્ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી કાર્યક્રમનો લાભ લેવા શહેરના યુવાનો અને હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધર્મચિંતન સ્વામી અને સંતો-કાર્યકરોએ તેને સફળ બનાવ્યો.
    Click here to Read More
    Previous Article
    10 લાખ શ્રમિકોની સાપ્તાહિક રજાની માંગ વણઉકેલાયેલી:‘અમે 365 દિવસ 12 કલાક પિસાતા રહીએ, બીમાર પડીએ તો પગાર કપાય'; 4 વાર બેઠકો ફેઇલ ગયા બાદ પરપ્રાંતીય શ્રમિકો ધરણાં કરશે
    Next Article
    વેડછીમાં 24થી 27 ડિસેમ્બરે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર:આદિવાસી યુવાનોમાં સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment