Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેડછીમાં 24થી 27 ડિસેમ્બરે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર:આદિવાસી યુવાનોમાં સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજન

    11 hours ago

    વર્તમાન સમયમાં શિક્ષિત આદિવાસી યુવાવર્ગમાં વધતી બેરોજગારીને ધ્યાનમાં રાખીને યુવાનો સરકારી નોકરીના વિકલ્પ તરીકે સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતા તરફ વળે તેવા ઉદ્દેશથી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આગામી 24 થી 27 ડિસેમ્બર, 2026 દરમિયાન તાપીના વેડછીની ગાંધી વિદ્યાપીઠ ખાતે ત્રીજા ‘નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર–2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ નવેમ્બર–2024માં સુરખાઈ ખાતે પ્રથમ અને ડિસેમ્બર–2025માં વસરાઈ (જી. સુરત) ખાતે બીજો રાષ્ટ્રીય ટ્રાઇબલ ટ્રેડ ફેર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સુરખાઈમાં 250 થી વધુ સ્ટોલ અને 3 લાખ મુલાકાતીઓ જોડાયા હતા. જ્યારે વસરાઈ ખાતે યોજાયેલા મેળામાં 16 જેટલા રાજ્યોમાંથી ભાગીદારી સાથે આશરે 350 પ્રદર્શન-વેચાણ સ્ટોલ્સ, 120 આદિવાસી ખાણીપીણીના સ્ટોલ્સ અને 7 લાખ મુલાકાતીઓ નોંધાયા હતા. જેમાં 1,500 થી વધુ પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો જોડાયા હતા. આ સફળતાના પગલે સમાજના આશરે 1,000 જેટલા નવા ઉદ્યોગસાહસિકો વેપાર ક્ષેત્રે આગળ આવ્યા છે. 350 જેટલા સ્ટોલ્સ અને 6 થી 7 લાખ મુલાકાતીઓ જોડાવાનો અંદાજ આ વર્ષે વેડછી ખાતે યોજાનારા મેળામાં અન્ય રાજ્યો સહિત લગભગ 350 જેટલા પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલ્સ રહેશે, જેમાં 6 થી 7 લાખ મુલાકાતીઓ આવે તેવી ધારણા છે. આ આયોજનનો મુખ્ય હેતુ આદિવાસી કારીગરો, ખેડૂતો અને મહિલાઓના સ્થાનિક ઉત્પાદનોને યોગ્ય પ્લેટફોર્મ અને રાષ્ટ્રીય બજાર પૂરું પાડવાનો છે. મુખ્ય આકર્ષણો અને વિશેષતાઓ B2B અને B2C તકો: વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક, યુવા સંમેલન, પરિસંવાદો તેમજ સરકારી યોજનાઓ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને નાણાકીય વ્યવસ્થાપન અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. સાંસ્કૃતિક વારસો: પરંપરાગત લગ્નગીતો, લોકગીતો, નૃત્યો, હસ્તકલા નિર્માણ, વનપેદાશો અને કુદરતી ખેતીના ઉત્પાદનોનું પ્રદર્શન તથા આદિવાસી સંગ્રહાલય. પર્યાવરણમૈત્રી મેળો: પ્લાસ્ટિક બેગ, ડીશ અને ગ્લાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ખાદ્યપદાર્થો પીરસવા માટે પતરાળાંનો ઉપયોગ, પાણીની બોટલોનું રિસાયકલિંગ અને કચરાનું યોગ્ય સંચાલન કરવામાં આવશે. ડિજિટલ નેટવર્ક: મેળો પૂર્ણ થયા બાદ પણ આદિવાસી વેપારીઓને લાંબાગાળાનો લાભ મળે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ થકી નેટવર્ક બનાવવાનું આયોજન વિચારણા હેઠળ છે. સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ. પ્રદિપ ગરાસિયાએ જણાવ્યું કે, આ આયોજન માત્ર 4 દિવસનો વેપાર મેળો નથી પરંતુ આદિવાસી પરંપરા, પ્રતિભા અને ઉત્પાદનોને રાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો એક સાર્થક પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર BAPS મંદિરમાં 'યુવા પારાયણ ઝલક-2026'નું આયોજન:શહેરના યુવા મંડળોના પારાયણની ખાસ ઝલક રજૂ કરાઈ
    Next Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની રેલી કલેક્ટર કચેરી પહેલાં અટકાવાઈ:મતદાર યાદીમાં પારદર્શિતા અને ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ, પોલીસ ભાજપના ઇશારે કરી રહ્યી છે કામના લાગ્યા આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment