Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ નદીના કાંઠે BAPS મંદિરમાં 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા:મોરબીમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં ભવ્ય મહોત્સવ ; સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં જોડાશે

    8 hours ago

    મોરબીમાં મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે દરમિયાન મહંત સ્વામી મહારાજની પાવન હાજરીમાં ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ સહિત કુલ 17 દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં કરવામાં આવી હતી છે. આ ઐતિહાસિક અને પવિત્ર પ્રસંગના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો મોરબી ખાતે ઉમટી પડ્યા હતા.જ્યારે સાંજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિવિધ મંત્રીઓ અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે અને મહોત્સવની શોભા વધારશે. ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું મોરબી આ નવનિર્મિત મંદિરના ઉદ્ઘાટનને કારણે સ્થાનિક હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મચ્છુ કાંઠે વહેલી દિવાળી આવી હોય તેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર મોરબી ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. ધાર્મિક ઉમંગ અને હર્ષોલ્લાસ જુઓ 3 તસવીરમાં ગર્ભગૃહમાં દેવ-દેવતાઓની સ્થાપના કરાઈ આ ભવ્ય મહોત્સવ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ ઉપરાંત રાધા કૃષ્ણ ભગવાન, રામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા તેમજ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓ પૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપિત કરવામાં આવી છે. પિલર-લેસ વિશાળ સત્સંગ હોલ મંદિરમાં 5000 હરિભક્તો એકસાથે બેસી શકે તેવો પિલર-લેસ એટલે કે થાંભલા વગરનો વિશાળ કૂલિંગ સત્સંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આજે સવારના ધાર્મિક વિધિ-વિધાન બાદ સાંજે 4:00 વાગ્યાથી વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોંડલના મહારાજાએ થિયેટરનો વારસો બચાવ્યો:રોયલ ઓપેરા હાઉસની રિ-ઓપનિંગના 10 વર્ષનું સેલિબ્રેશન; અમિતાભ બચ્ચન- લતા મંગેશકર સાથે ખાસ કનેક્શન
    Next Article
    'ગુલાબી ક્વીન' જાસ્મીન સેન્ડલસે પિંક સિટીને ઝૂમાવ્યું:બાંધણીના ડ્રેસમાં સિંગરનું 'ધુરંધર' પરફોર્મન્સ, 'કેસરિયા બાલમ' સહિતના ગીતો પર ધમાકેદાર ડાન્સ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment