Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રદ્ધા કપૂરની રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે 'BAD' મોમેન્ટ વાઇરલ!:પાયજામામાં મન મૂકીને માઇકલ જેક્સના ગીત પર થીરકી; યુઝર્સે કહ્યું- 'ઘર સાફ કરી લો પહેલા'

    3 दिन पहले

    બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની ફની પોસ્ટ અને રીલ્સ દ્વારા ફેન્સનું મનોરંજન કરતી હોય છે. બુધવારે મોડી રાત્રે પણ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક એવો જ મજેદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે દિલ ખોલીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. પોપ સ્ટાર માઈકલ જેક્સનના ગીત પર શ્રદ્ધા બિન્દાસ મૂડમાં ઝૂમી રહી હતી, પરંતુ આ વીડિયો પાછળની અસલી સ્ટોરી અને તેના પર યુઝરની કોમેન્ટ હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે. બોયફ્રેન્ડ રાહુલ મોદીએ શૂટ કર્યો વીડિયો વાઇરલ વીડિયોમાં શ્રદ્ધા કપૂર કેઝ્યુઅલ પાયજામામાં પહેરીને કોઈ પણ જાતની ચિંતા વગર પોતાની ક્રેઝી ડાન્સિંગ સ્કિલ્સ બતાવી. આ વીડિયો બીજું કોઈ નહીં પણ તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી રેકોર્ડ કરી રહ્યો હતો. વીડિયોની શરૂઆતમાં રાહુલનો અવાજ પણ સંભળાય છે, જે શ્રદ્ધાને આવો ડાન્સ કરવા માટે કહી રહ્યો છે. શ્રદ્ધાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું- "કોઈ એસા ઢૂંડો જો આપકા એસા ડાન્સ નિકાલ દે." વીડિયોના અંતમાં તે કેમેરા તરફ જોઈને જોરથી હસતી પણ જોવા મળે છે. યુઝરે ઘરને કહ્યું 'ગંદું', શ્રદ્ધાએ આપ્યો મજેદાર જવાબ શ્રદ્ધાનો આ બેફિકર અંદાજ જોતજોતામાં વાઇરલ થઈ ગયો અને સેલેબ્સ સહિત ફેન્સે તેના પર 'શ્રદ્ધા પગલુ' જેવી કોમેન્ટ્સ કરી. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સની નજર ડાન્સ છોડીને શ્રદ્ધાના ઘરના બેકગ્રાઉન્ડ પર પડી, જ્યાં સામાન વેરવિખેર પડ્યો હતો. એક યુઝરે ટ્રોલ કરતાં કમેન્ટમાં લખ્યું, "બહુ ગંદું ઘર છે, વીડિયો ગ્રીન સ્ક્રીન સાથે બનાવ્યો હોત તો." શ્રદ્ધાની નજર આ કોમેન્ટ પર પડી અને તેણે પોતાની મસ્તીભરી સ્ટાઇલમાં રિપ્લાય આપતા લખ્યું- "ડિયર મોમ, રિયલ આઈડી સે આઓ!" શ્રદ્ધાના આ હાજરજવાબી પંચે નેટીઝન્સના દિલ જીતી લીધા છે. રાહુલ અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી લાંબા સમયથી શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જો કે, બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને ઓફિશિયલી કન્ફર્મ કર્યા નથી, પરંતુ તે અવારનવાર સાથે સ્પોટ થાય છે. થોડા સમય પહેલા તેની લગ્નની અફવાઓ પણ ઉડી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. આ વીડિયોએ ફરી એકવાર બંને વચ્ચેની ક્યુટ બોન્ડિંગ ફેન્સ સામે લાવી દીધી છે. શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીના ડેટિંગના સમાચાર પહેલીવાર 2024માં સામે આવ્યા હતા. જોકે, આના એક વર્ષ પહેલા બંનેને ડિનર ડેટ પર પણ જોવામાં આવ્યા હતા. 19 જૂન 2024ના રોજ જ્યારે શ્રદ્ધાએ રાહુલનો ફોટો શેર કર્યો, ત્યારે તેમના રિલેશનશિપ પર મહોર લાગી. જોકે, બંનેએ હજી સુધી ઓફિશિયલ રીતે પોતાના સંબંધોની જાહેરાત કરી નથી. 35 વર્ષીય રાહુલ મેટલ ફેબ્રિકેશન કંપનીના માલિક આમોદ મોદીનો પુત્ર છે. ઉદ્યોગપતિ હોવા ઉપરાંત, રાહુલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ એક ભાગ છે. તેણે 'પ્યાર કા પંચનામા', 'સોનુ કે ટીટુ કી સ્વીટી' અને 'તું ઝૂઠી મેં મક્કર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ક ફ્રન્ટની વાત શ્રદ્ધા કપૂરના કામની વાત કરીએ તો, તેણે તાજેતરમાં જ ફિલ્મ 'છાવા'ના ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ ‘ઈઠા’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જુઓ શ્રદ્ધા કપૂરનો ડાન્સ વીડિયો:-
    Click here to Read More
    Previous Article
    Karnataka CM Resign LIVE : सिद्धारमैया आज देंगे इस्तीफा’, कांग्रेस में बड़ा उलटफेर! | Siddaramaiah
    Next Article
    ફાયરિંગ કરનાર નિવૃત્ત DySPનો પાવર, પોલીસ ધક્કા મારી લઈ ગઈ:અશોકસિંહ ચૌહાણે કહ્યું, પોલીસે સાથે મળીને મારી જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા, દીકરીની પણ ધરપકડ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment