Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATSએ પકડેલા આતંકીઓની તપાસમાં ખુલાસો:નેતાઓ અને RSSના લોકો પર હુમલાનું હતું પ્લાનિંગ, દેશમાં કટ્ટર વિચારો વાયરલ કરવા 12-13 વોટ્સએપ ગ્રુપ કર્યા'તા એક્ટિવ

    2 days ago

    ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યોના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. ગ્રુપમાં રહેલા તમામ સભ્યોની વિગત એકઠી કરવામાં આવી રહી છે, જેમાં દેશવિરોધી કટ્ટર માનસિકતા ધરાવતા ઘણા ગુમરાહ લોકોને પૂછપરછ માટે તૈયારી કરવામાં આવી રહી છે, જેમાંથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. જુદા-જુદા ગ્રુપમાં વીડિયો અને મેસેજીસ મોકલ્યા હતા સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનો તથા સિરિયાના ISIS અને અન્ય સંગઠનોને ફોલો કરી તેમના વીડિયો તથા મેસેજ જુદા-જુદા ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો ATSને મળી હતી. ATSની ટીમને સિદ્ધપુરથી MSCનો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક ઇરફાન પઠાણને ઝડપી લીધો હતો. તેની સાથે સંકળાયેલા મુંબઈના મુરશીદને પણ ઝડપી લેવાયો છે. કટ્ટર વિચારો વાયરલ કરવા 12-13 વોટ્સએપ ગ્રુપ એક્ટિવ બંનેના ફોનમાંથી કટ્ટર વિચારો વાયરલ કરવા માટે બનાવાયેલા 12-13 સભ્યોના સંખ્યાબંધ વોટ્સએપ ગ્રુપ એક્ટિવ હોવાની વિગતો મળી હતી. મોબાઇલમાંથી આવા ઘણા ગ્રુપના સભ્યોની વિગતો પોલીસને મળી છે. સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર દેશના ચોક્કસ નેતાઓ અને RSSના લોકો પર હુમલા અને દેશ સામે યુદ્ધ છેડવાના મેસેજ સહિત ઘણું વિવાદાસ્પદ સાહિત્ય પણ વાયરલ કરવામાં આવ્યું હતું, જેની તપાસ ચાલી રહી છે. સો.મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખાસ વોચ બંને યુવાનોએ દેશભરમાંથી પોતાના જેવી માનસિકતા ધરાવતા યુવાનોને એકત્રિત કરી મોટી ઘટનાને અંજામ આપવા તથા યુદ્ધ છેડવાની તૈયારી કરી હતી. તેના માટે તેઓ ફંડિંગ અને હથિયાર મેળવવા પ્રયત્નશીલ હતા. હવે તેમણે આ દિશામાં કોઈ કામગીરી કરી હતી કે કેમ તથા હુમલા માટે તેમણે કોઈ લોકેશનની રેકી કરી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ ATS ઉપરાંત તમામ એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના સ્ટાર પ્રચારક રૂપાલાએ સુરતના વોર્ડ નં-12માં ગજવી સભા:વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા, 'યુક્રેન યુદ્ધમાં સફેદ નહીં, તિરંગો હોય તો પણ નીકળી શકાતું હતું એવો ઇતિહાસ લખાશે'
    Next Article
    RBI In Talks With Banks To Assess Risks Posed By Anthropic's Mythos: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment