Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબના સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની હત્યાનો મામલો:ગુજરાત ATSએ વધુ 3 આરોપીઓને વલસાડથી દબોચ્યા, 3 ઓક્ટોબરે ફાયરીંગ કરી હત્યા નિપજાવી'તી

    2 days ago

    પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યા કેસમાં ગુજરાત ATSએ ત્રણ આરોપીની વલસાડથી ધરપકડ કરી છે.ATS અને વલસાડ SOGની ટીમે સંયુક્ત કામગીરી કરીને વધુ ત્રણ આરોપીઓની ધરકકડ કરી છે.અગાઉ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી હતી.આ તમામ આરોપીઓ ગોલ્ડી ધિલ્લોન ગેંગ સાથે જોડાયેલા છે.તમામની ATSની કચેરીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. 3 ઓક્ટોબરે અમૃતસરમાં ફાયરિંગ કરી હત્યા નિપજાવી'તી 3 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે 6 વાગે પંજાબના અમૃતસરમાં લોહારકા રોડ પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુ ઉર્ફે મધુસૂદન સંધુ જે મેકઅપ આર્ટિસ્ટ,ફેશન ડિઝાઇન્ડર અને LGBTQ કોમ્યુનિટીનો જાણીતો ચહેરો છે તે કાર વોશ કરાવવા આપીને રાહ જોઈ રહ્યા હતા ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા જેમણે મેડની નજીક આવીને 2- 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મેડને ગોળી વાગતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ મેડનું મોત થયું હતું.હત્યા બાદ ગોલ્ડી ધિલ્લોન નામના ફેસબુક પેજ પરથી હત્યાની જવાબદારી લેવામાં આવી હતી.બનાવ અંગે પંજાબના અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.ફાયરિંગ બાદ બંને આરોપીઓ ફરાર હતા જેની પોલીસ તપાસ કરી રહી હતી. આ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એકને ઝડપ્યો'તો અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ કેસના આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની ધરપકડ કરી હતી.ગુજરાત ATSના DYSP હર્ષ ઉપાધ્યાય અને પીઆઇ કૃપેશ પટેલની ટીમને બાતમી મળી હતી કે, આરોપીઓ વલસાડમાં છુપાયા છે અને ભાગી જવાની ફિરકમાં છે જેથી ATS ની વલસાડ SOG ને જાણ કરી હતી. વલસાડ SOG દ્વારા ત્રણ શંકામદની અટકાયત કરવામાં આવી હતી.ત્રણેય આરોપીઓને ગુજરાત ATS લાવવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને પંજાબ પોલીસને કબજો સોંપાશે ATSએ હરસિમરનજીત સિંહ ઉર્ફે સીમુ, ફતેહ સિંહ અને અરમાન સિંહની ધરપકડ કરી હતી.આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ત્રણેય હત્યા કેસમાં સંડોવાયેલા હતા.આરોપીઓ અંગે પંજાબ પોલીસને જાણ કરવામાં આવી છે.આરોપીઓને પંજાબ પોલીસને સોંપવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃ પંજાબ મેડ સંધુ હત્યા કેસના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાં થયેલી મેડ સંધુ હત્યા કેસના આરોપી અને ફાયરિંગ કરનાર પરમિંદર કાકાની ધરપકડ કરી છે. 3 ઓક્ટોબરે પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની બાઈક પર આવેલા 2 શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા. આ હત્યાની જવાબદારી સોશિયલ મીડિયા પર ગોલ્ડી ધિલ્લોન ગેંગે લીધી હતી. હાલ આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની પૂછપરછ ચાલી રહી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    મુંદરામાં SOGએ ગાંજાનો મોટો જથ્થો પકડ્યો:31 કિલોથી વધુ ગાંજો જપ્ત, બે બિહારી યુવકો પકડાયા
    Next Article
    નવસારીમાં ઈસરોનું 'સ્પેસ ઓન વ્હીલ્સ' પ્રદર્શન શરૂ:કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ખુલ્લું મુક્યું, 10 હજાર વિદ્યાર્થીઓ નિહાળશે અંતરિક્ષ વિજ્ઞાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment