Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના ભાગળ ગામે જૈશના આતંકીઓને સાથે રાખી ATSનું સર્ચ:આતંકી સંગઠન સાથે સંકળાયેલી બે થેલા ભરી વાંધાજનક સામગ્રી જપ્ત કરી, ફંડિંગની પણ તપાસ કરશે

    22 hours ago

    રાજ્યમાં રથયાત્રા પૂર્વે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. જૈશ-એ-મહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ સંબંધોને લઈને ATS દ્વારા રાજ્યભરમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામનું નામ પણ તપાસના કેન્દ્રમાં આવ્યું છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે જૈસ-એ-મહમદ સાથે સંકળાયેલા 8 શખ્સોની ધરપકડ બાદ ATSએ તપાસનો દોર વધુ તેજ બનાવ્યો છે. ઝડપાયેલા 8માંથી 6 આતંકીઓ પાલનપુરના છે, જેમાંથી 5 મૂળ ભાગળ ગામના અને એક પાટણ મદ્રેસાનો શિક્ષક ટોકરિયા ગામનો છે. ATSની ટીમે ભાગળ ગામમાં આતંકીઓને સાથે રાખીને તેમના ઘરે સર્ચ કર્યું હતું. ભાગળમાં બે સગા ભાઈઓ અને તેના મામાના ઘરે ATSનું સર્ચ ATSની ટીમે ભાગળ ગામમાં બે સગા ભાઈઓ 22 વર્ષીય મુદશીર અબ્દુલ્લા ગાજીવાલા અને 19 વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલાના ઘરે અઢી કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ તેમના 30 વર્ષીય મામા ઈબ્રાહીમ મોહમ્મદહુસેન ઘઘાના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી. ઈબ્રાહીમે કાશ્મીરમાં તાલીમ લીધી તપાસમાં સામે આવ્યું છે કે ઈબ્રાહીમ મોહમ્મદહુસેન ઘઘા અગાઉ જૈસ-એ-મહમદ સાથે સંકળાયેલો હતો અને કાશ્મીરમાં તાલીમ પણ લઈ ચૂક્યો હોવાનું ATSના પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ATS તમામ સંબંધિત શખ્સોને સાથે રાખીને તપાસ કરી રહી છે અને આ તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ATSની ટીમે આતંકીઓના ઘરેથી બે થેલા ભરી વાંધાજનક સામગ્રી જપ્ત કરી પાલનપુર તાલુકાના ભાગળ ગામે આતંકીઓના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન ગુજરાત ATSની ટીમે આતંકી સંગઠન સાથે સંકળાયેલું વાંધાજનક સાહિત્ય સહિતની બે થેલા ભરીને સામગ્રી જપ્ત કરી છે. ATSના અધિકારીઓ આતંકીના ઘરમાંથી બે મોટા થેલા ભરીને સામગ્રી લઈને નીકળ્યાં હતા. ATS આતંકી ફંડિંગના મૂળ સુધી તપાસ કરશે તપાસ મુજબ આ નેટવર્ક છેલ્લા‎ પાંચેક મહિનાથી પ્રતિબંધિત‎ આતંકવાદી સંગઠન‎ જૈશ-એ-મોહમ્મદની‎ વિચારધારાને પ્રોત્સાહન આપવા‎ અને ગુજરાતમાં તેનું સક્રિય નેટવર્ક‎ ઊભું કરવાના પ્રયાસોમાં‎ સંકળાયેલું હતું. ભાગળના‎ આરોપીઓમાંથી બે આરોપીઓને‎ આતંકવાદી પ્રવૃત્તિ માટે અમીરગઢ‎ની રાજસ્થાન બોર્ડર પાસે ત્રણ ‎લાખ રૂપિયાનું ફંડ મળ્યું હતુ. ATS હવે ત્યાં પણ તપાસ કરશે કે આ ફંડ કોણે આપ્યું. 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે 8 આતંકીઓની ધરપકડ કરી અમદાવાદમાં રથયાત્રાના 13 દિવસ પહેલાં 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો. આઠેય આરોપીઓ વિરુદ્ધ UAPA સહિતનો ગુનો નોંધાયો ATS ગુજરાતે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ 8 આરોપીઓ વિરુદ્ધ UAPA, 1967ની કલમ 13, 17, 18, 38 અને 39 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61 તથા 148 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આતંકવાદીઓમાં સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતાં હતા. 3 જુલાઈએ મદ્રેસાના શિક્ષક સહિત 8 આતંકીઓની ધરપકડ 1. અહમદ ‎અબ્દુલ્લા ગાજીવાલા - ઉંમર 19, રહે. ભાગળ, પાલનપુર. મહેસાણાના નંદાસણથી ધરપકડ. 2. મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાલા‎ - ઉંમર 23, રહે. ભાગળ, પાલનપુર. ભાગળથી જ ધરપકડ. 3. ઇબ્રાહીમ મહંમદહુસેન ઘઘા - ઉંમર 30,‎રહે. ભાગળ, પાલનપુર. મહેસાણાના નંદાસણથી ધરપકડ. 4. મોહમ્મદ અબ્દુલ રહેમાન‎ સાઉદી - ઉંમર 20, રહે. મૂળ ભાગળ, પાલનપુર. નવસારીના ચિખલીથી ધરપકડ. 5. બિલાલ‎ દુરાની મોહમ્મદ અમ્માર ઘઘા - ઉંમર 18 વર્ષ, રહે. મૂળ ભાગળ, પાલનપુર. મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ. 6. મુફ્તી ફૌજાન ઇસ્માઇલ દાઉવા - ઉંમર 40, રહે. ટોકરીયા, પાલનપુર. સિદ્ધપુરના જામિયા અબુલ હસન મદ્રેસામાં શિક્ષક, ત્યાંથી ધરપકડ. 7. ઝકારીયા દુરાની મોહમ્મદ અમ્માર ઘઘા - ઉંમર 21, સિદ્ધપુરના જામિયા અબુલ હસન મદ્રેસામાં વિદ્યાર્થી, ત્યાંથી ધરપકડ. 8. મોહમ્મદ અમીન શેરા - ઉંમર 21, સિદ્ધપુરના જામિયા અબુલ હસન મદ્રેસામાં વિદ્યાર્થી, ત્યાંથી ધરપકડ. 8 આતંકીઓમાંથી એક પાટણના મદ્રેસામાં શિક્ષક અને બે વિદ્યાર્થી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ સ્થિત મદ્રેસાના ટ્રસ્ટી જુનેદે જણાવ્યું કે, ATS દ્વારા ઝડપાયેલા ત્રણ વ્યક્તિઓમાંથી મુફ્તી ફૌજાન દાઉવા છેલ્લા ચાર વર્ષથી મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે મોહમ્મદ અમીન શેર છેલ્લા સાત વર્ષથી અને ઝકરિયા દુરાની છેલ્લા ચાર વર્ષથી અહીં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા. રૂમ નંબર 5 શિક્ષક અને રૂમ નંબર 21,35 વિદ્યાર્થી રહેતા હતા કોર્ટે તમામ આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા નંદાસણ નજીકથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ATSની ટીમે પાલનપુર, સિદ્ધપુર, નવસારી તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી કુલ આઠ આતંકવાદીઓની અટકાયત કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે વધુ પૂછપરછ અને તપાસ અર્થે ATSને આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આતંકી સંગઠનના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રચાર કરતાં ATSની ટીમે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ શખસો માત્ર અન્ય લોકોને સંગઠનમાં જોડાવા માટે જ નહોતા ઉશ્કેરતા, પરંતુ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સાહિત્યનો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સ્થાનિક સ્તરે તેની વિચારધારાનો વધુમાં વધુ પ્રસાર થાય તેવા સઘન પ્રયાસો પણ કરી રહ્યા હતા. આતંકી સંગઠનના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રચાર કરતાં ATSની ટીમે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ શખસો માત્ર અન્ય લોકોને સંગઠનમાં જોડાવા માટે જ નહોતા ઉશ્કેરતા, પરંતુ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સાહિત્યનો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સ્થાનિક સ્તરે તેની વિચારધારાનો વધુમાં વધુ પ્રસાર થાય તેવા સઘન પ્રયાસો પણ કરી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ કોલેજમાં 445 વિદ્યાર્થીઓનું કંકુ-તિલકથી સ્વાગત:નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશોત્સવનું આયોજન કરાયું
    Next Article
    "People Come And Go": Italy Hits Back After Trump's Jibe At Giorgia Meloni

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment