Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATMમાંથી પૈસા ઉપાડતા સિનિયર સિટીઝનો સાવધાન:પીન નંબર જાણી બીજું કાર્ડ પધરાવી બેંક એકાઉન્ટ સાફ કરતી ગેંગનો પર્દાફાશ, સચીન GIDC પોલીસે બેને દબોચ્યા

    16 hours ago

    સુરત શહેરના સચીન GIDC પોલીસ મથકની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક મોટી સફળતા મેળવી છે. ATM કેબિન પાસે વોચ રાખી નાગરિકોના કાર્ડ સિફતપૂર્વક બદલી નાખી તેમના ખાતામાંથી નાણા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના બે રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 54 એટીએમ કાર્ડ અને વાહન સહિત કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મદદના બહાને પીન નંબર જાણી લેતા આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત અને શાતિર હતી. તેઓ એવા ATM કેબિનને નિશાન બનાવતા હતા, જ્યાં ભીડ ઓછી હોય કે સિક્યોરિટી ગાર્ડ હાજર ન હોય. આ ગેંગના સાગરીતો એવા લોકોને ટાર્ગેટ કરતા જે મોટી ઉંમરના હોય અથવા જેમને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તકલીફ પડતી હોય. મદદ કરવાના બહાને તેઓ પીન નંબર જાણી લેતા અને નજર ચૂકવીને તેમની પાસે રહેલું તે જ બેંકનું બીજું નકામું કાર્ડ પધરાવી દેતા હતા. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તેઓ ઓરિજિનલ કાર્ડ દ્વારા ખાતું સાફ કરી નાખતા હતા. આરોપીઓ પાસેથી 54 ATM કાર્ડ જપ્ત સચીન GIDC પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એ. ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર અને CCTV ફૂટેજના આધારે પોલીસને ચોક્કસ કડીઓ મળી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ નૌશાદઅલી શેખ (રહે. પલસાણા) અને અખિલેશ પાલ (રહે. ગોડાદરા) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી 54 નંગ ATM કાર્ડ, 45,000 રોકડ, એક બાઈક અને બે મોબાઈલ કબજે કર્યા છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, 17 કેસમાં સંડોવણી ધરપકડ કરાયેલા આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ રીઢા ગુનેગારો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નૌશાદઅલી સામે ઉત્તરપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ચોરી અને આર્મ્સ એક્ટ જેવા અગાઉ 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અખિલેશ સામે પણ દુષ્કર્મ, એટ્રોસિટી અને છેતરપિંડીના 4 ગુના નોંધાયેલા છે. આ ધરપકડથી સુરતના સચીન GIDC અને કતારગામ પોલીસ મથકના કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ ટીમને સફળતા અને નાગરિકોને ચેતવણી સચિન GIDC પોલીસ સ્ટેશનના સ્ટાફે આ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4) અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ATMમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવી અને પોતાનો પીન નંબર કોઈને પણ જણાવવો નહીં.
    Click here to Read More
    Previous Article
    એક બેઠક ઉપર એક જ પક્ષના બે ઉમેદવાર:વોર્ડ 1માં સામાન્ય પુરુષ બેઠક ઉપરથી AIMIMના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં, કોંગ્રેસના ઉમેદવારે કલેક્ટરને રજૂઆત કરી
    Next Article
    વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત કેટરિંગ વ્યવસાયીએ ગળેફાંસો ખાધો:કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટમાં ઘટસ્ફોટ; ચાર સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment