Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક બેઠક ઉપર એક જ પક્ષના બે ઉમેદવાર:વોર્ડ 1માં સામાન્ય પુરુષ બેઠક ઉપરથી AIMIMના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં, કોંગ્રેસના ઉમેદવારે કલેક્ટરને રજૂઆત કરી

    6 days ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1માં પુરુષ સામાન્ય બેઠક ઉપર AIMIMના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જે અંગે આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી. પુરુષ સામાન્ય બેઠક ઉપર બે મેન્ડેડ અપાયા? વોર્ડ 1 માં AIMIMના બે ઉમેદવારો મહંમદ સલીમ મહંમદ સઈદ ખાન અને મિતેશ નગીનભાઈ મકવાણા એમ બે ઉમેદવારોએ સામાન્ય પુરુષની બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણી બાદ આ અંગેની જાણ વોર્ડ 1ના કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતને થતા તેઓએ કલેકટર કચેરી ખાતે જઈને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે નિયમ મુજબ એક બેઠક ઉપરથી પક્ષનો એક જ ઉમેદવાર લડી શકે ત્યારે આ બે ઉમેદવાર કેવી રીતે હોઈ શકે. તેઓની રજૂઆત બાદ યોગ્ય કરવા માટેનું આશ્વાસન જિલ્લા કલેક્ટર કચેરી તરફથી મળ્યું હતું. અમી રાવતનું નામ સામાન્ય સ્ત્રી બેઠક પર હતું ફોર્મ ચકાસણી બાદ વોર્ડ 1માં ઉમેદવારોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું જેમાં અમી રાવતનું નામ સામાન્ય સ્ત્રી બેઠક ઉપર લખવામાં આવ્યું હતું. અસલમાં અમી રાવત એ સામન્ય પુરુષ બેઠક ઉપરથી લડી રહ્યા છે અને કોંગ્રેસ તરફથી સામાન્ય સ્ત્રી બેઠક તરફથી પુષ્પા વાઘેલા લડી રહ્યા છે ત્યારે તેઓના નામમાં પણ ફેરફાર કરવા માટેની રજૂઆત અમી રાવત દ્વારા કરવામાં આવી હતી. જે પણ સુધારો કરવા માટેની બાંયધરી મળી હતી. વોર્ડ 1માં સામાન્ય પુરુષ બેઠક ઉપર ખરાખરીનો જંગ આ વોર્ડમાં સામાન્ય પુરુષ બેઠક ઉપર કોંગ્રેસે સ્ત્રી ઉમેદવારને જાહેર કર્યા છે. અમી રાવતને સામાન્ય પુરુષની બેઠક ઉપરથી મેન્ડેડ મળતા નારાજ થયેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ બેઠક ઉપર બાહુપાંખીઓ જંગ જોવા મળશે. વોર્ડ 1ની સામાન્ય પુરુષ બેઠકનું પરિણામ શું આવશે તેના ઉપર સૌની નજર રહેશે કારણ કે, હરીશ પટેલ એ સ્થાનિક છાણી ગામના રહીશ છે અને હાલમાં તેઓ સાથે આખુંયે ગામ સહાનુભૂતિ દર્શાવી રહ્યું છે. તેવામાં આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જામે તેવી શકયતાઓ છે.
    Click here to Read More
    Previous Article
    નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું:સમ્રાટ ચૌધરી સાથે રાજભવન પહોંચ્યા; થોડીવારમાં બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે
    Next Article
    ATMમાંથી પૈસા ઉપાડતા સિનિયર સિટીઝનો સાવધાન:પીન નંબર જાણી બીજું કાર્ડ પધરાવી બેંક એકાઉન્ટ સાફ કરતી ગેંગનો પર્દાફાશ, સચીન GIDC પોલીસે બેને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment