Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે જ પતાવો બેંકના કામ, ATM પર ચાર્જ માફ!:કાલથી ત્રણ દિવસ દેશભરમાં સેવાઓ રોળાશે, 5-ડે વર્કિંગ મુદ્દે યુનિયન અડગ; 12 બેંકનાં 7.5 લાખ કર્મચારી હડતાળ પર

    1 day ago

    બેંક સાથે જોડાયેલું તમારું કોઈ કામ પેન્ડિંગ હોય તો તેને આજે જ પતાવી લો. રવિવારની રજા હોવા છતાં આજે સરકારી બેંકો ખુલ્લી રહેશે. આવતીકાલથી બુધવાર સુધી બેંકો બંધ રહેશે. બેંક કર્મચારીઓ અઠવાડિયામાં 2 દિવસની રજાની માંગને લઈને આગામી 3 દિવસ હડતાળ પર રહેશે. રવિવારે બેંકો ખુલવાનો મોકો 10 વર્ષ બાદ આવ્યો છે. આ પહેલાં, 2016માં નોટબંધી બાદ 14 નવેમ્બરે રવિવારના દિવસે બેંકો ખુલ્લી હતી. તે સમયે જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા, જમા કરવા અને રોકડ ઉપાડવા માટે લોકો બેંકોમાં ઉમટી પડ્યા હતા. ભીડને સંભાળવા માટે સરકારે રવિવારે પણ બેંકો ખોલવાનો નિર્ણય લીધો હતો. ATMમાંથી રોકડ ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં બેંક હડતાલ દરમિયાન SBI અને PNB સહિતની તમામ સરકારી બેંકોના ATMમાંથી માસિક મફત મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ રોકડ ઉપાડવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. RBIના નિયમો મુજબ, હાલમાં તમે દર મહિને તમારી બેંકના ATMમાંથી 5 વખત મફતમાં રોકડ ઉપાડી શકો છો. અન્ય બેંકના ATMમાંથી દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં મહિનામાં 3 વખત અને નાના શહેરોમાં 5 વખત મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે. જો તમે એક મહિનામાં મર્યાદા કરતાં વધુ વખત ATMમાંથી રોકડ ઉપાડો છો, તો દરેક વખતે ₹23 + GST ચાર્જ કપાશે. આ ઉપરાંત, જ્યારે તમે ATMનો ઉપયોગ કરો છો, ત્યારે બેંકો પણ એકબીજાને ફી ચૂકવે છે—રોકડ ઉપાડવા માટે 19 રૂપિયા અને બેલેન્સ ચેક કરવા માટે 7 રૂપિયા. હડતાળ પર અડગ યુનિયનો, 90% કર્મચારીઓ સામેલ થશે નાણાકીય સેવા વિભાગ, ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન અને બેન્ક મેનેજમેન્ટની હડતાળ ટાળવાની અપીલને યુનિયનોએ ફગાવી દીધી છે. હડતાળમાં દેશની 7 મોટી બેન્ક યુનિયનો સામેલ થશે, જેમાં લગભગ 90%થી વધુ બેન્ક કર્મચારીઓ જોડાયેલા છે. તેમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOCનો સમાવેશ થાય છે. યુનિયનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર અઠવાડિયામાં 5-ડે વર્કિંગ લાગુ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નક્કી નહીં કરે, ત્યાં સુધી તેમનું આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. બેંકોમાં 5-ડે વર્કિંગ અંગે સરકારનો ઇનકાર બેંક કર્મચારીઓની હડતાળથી બરાબર પહેલાં મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે ક્યારેય પણ બેંકો માટે 5-ડે વર્કિંગનું વચન આપ્યું નહોતું અને પગાર સુધારણા અંગેની ચર્ચા દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ નહોતી. નાણાં મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે આ માંગ કર્મચારી યુનિયનો તરફથી એકતરફી રીતે ઉઠાવવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે આ અંગે કોઈ સમજૂતી થઈ નહોતી. PLI યોજના અંગે પણ સરકાર અને યુનિયનો સામસામે અઠવાડિયામાં 5 દિવસ કામ ઉપરાંત બોનસ (PLI)ના નિયમોને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. સરકારે મોટા અધિકારીઓ જેવા કે સ્કેલ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે બોનસનો એક નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત સારું કામ કરનારા અધિકારીઓને 365 દિવસના મૂળ પગાર જેટલું ઇન્સેન્ટિવ અથવા બોનસ મળી શકે છે. બેંક યુનિયનો આ વાતનો પણ વિરોધ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Justin Herbert Trade Rumors: NFL Insider Sets Record Straight On Chargers QB
    Next Article
    મુરીલા નજીક સિક્યોરિટી બ્રાંચ હેડ પર ધોકા વડે હુમલો:જે.ડી. સિક્યોરિટી હેડ સહિત 7 શખ્સોએ કાર રોકી કાચ તોડ્યા, માર માર્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment