Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમાઈએ સસરા અને સાળીના પૈસા ઓળવી લીધા:તારા મિત્રએ હનીટ્રેપની ફરિયાદ કરી છે કહી એક્ટિવા પડાવી લીધું, સસરાનું ATM ચોરી 2.81 લાખ ઉપાડી લીધા

    23 hours ago

    રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના બનેવી વિરૂદ્ધ પૈસા પડાવી લેવા અને જાનથી મારી નાખવા ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જમાઇ દ્વારા સાળીના પૈસા પડાવી લીધા બાદ તારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે કહી એક્ટિવા પડાવી લીધું. બાદમાં સસરાનું ATM કાર્ડ ચોરી તેમાંથી 2.81 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. આમ કુલ રૂ.5.61 લાખ રોકડા અને એક્ટિવા મળી કુલ 6.08 લાખ રૂપિયા પડાવી લઇ પરત ન આપી બાદમાં જાનથી મારી નાખવા ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ છે. આજીડેમ પોલીસે નિખિલ ચંદારાણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં અરજી બાદ સમાધાન થયું ફરિયાદી નિધીબેન મનસુખભાઈ ગોહેલએ જણાવ્યું કે, હું મારા માતા-પિતા સાથે રહું છું અને કોઠારીયા રોડ ગોકુલ પાર્ક પાસે આવેલ લીટલ કીડસ સ્કૂલમાં નોકરી કરુ છું. 2024માં મેં મારી સાથે નોકરી કરતા હિમેશભાઈ જોષીને મેં રૂ.2.80 લાખ રોકડા હાથ ઉછીના આપ્યા હતા. આ પછી અવારનવાર રૂપિયા માંગવા છતાં પરત ન આપતા મેં મારાં બેન-બનેવીને વાત કરતા અમે આજીડેમ પોલીસ સ્ટેશનમાં હિમેશભાઈ વિરૂદ્ધ અરજી કરી હતી. આ પછી અમારે ઘરમેળે સમાધાન થઇ ગયું હતું અને હિમેષભાઈના પપ્પા દીલીપભાઈએ નોટરી કરાર કરી મને રૂ. 1.95 લાખ રોકડા આપ્યા હતા. આ પછી પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લખાવવા સમયે વધુ રૂ.85,000 આપ્યા હતા. આ સમયે મારા બનેવી નિખીલભાઈએ મને કહ્યું કે, આ રૂપિયા હું અત્યારે લઈ જાવ છું અને આવતીકાલે તારા એકાઉન્ટમાં જમા કરી દઇશ, તેમ કહેતા મેં તેમને રૂપિયા આપી દીધા હતાં. એક્ટિવા અને પૈસા પરત ન કરતા ફરિયાદ નોંધાવી આ પછી 04.04.2026ના રોજ બપોરના મારા બનેવીનો ફોન આવ્યો અને કહ્યું કે, હિમેશએ તારા વિરૂદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં પૈસા પડાવવા અને હાનિટ્રેપની ફરિયાદ કરી છે. તારું એક્ટિવા અને તેની RC બુક આપ, હું ત્યાં જમા કરાવતો આવુ છું. જેથી મેં તેને એક્ટિવા અને RC બુક આપી હતી. આ પછી મારાં બનેવી પાસે મેં આપેલા રૂપિયા 2.80 લાખ અને એક્ટિવા પરત માંગતા જવાબ આપતા ન હતા. એટલું જ નહિ આ પછી ઘરે આવી મારા પિતાનું ATM કાર્ડ ચોરી તેમાંથી 2.81 લાખ રૂપિયા અલગ-અલગ સમયે ઉપાડી લીધા હતાં. જે પણ પરત માંગતા ગલ્લા તલ્લા કરી આજ દિવસ પરત ન આપતા ફરિયાદ નોંધાવતા હાલ આજીડેમ પોલીસે બનેવી નિખિલ ચંદારાણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુપીના 20 શહેરોમાં ધુમ્મસ, 5 ટ્રેન રદ:ઓડિશામાં ભૂસ્ખલનથી 7નાં મોત, 6 લાપતા; તમિલનાડુના 10 જિલ્લાઓમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ
    Next Article
    ખેડૂત સાથે બેંક કર્મીએ 21 લાખની છેતરપિંડી આચરી:લોન પુરી કરવા માટે ફરિયાદીનો મોબાઈલ મેળવી આરોપીએ પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment